________________
ગણિત–રહસ્ય
પર'તુ ગણિત અંગે મીનુ' પણ ઘણું જાણવા જેવુ છે. ખાસ કરીને અંક-જાદુગરી (Mathemagic)ના પ્રયાગે કે જે યુરોપ-અમેરિકામાં વિશેષ ને વિશેષ લેાકપ્રિય થઈ રહ્યા છે, તેમ જ અહી પણ શાળા, કોલેજો, મિજલસ તથા પરિષદે સમક્ષ રજૂ કરવામાં આવે છે અને જે લેાકેાના મન પર અદ્ભુત અસર ઉત્પન્ન કરે છે, તેનું રહસ્ય જાણવા જેવુ છે. એ રહસ્યનુ સવિસ્તર ઉદ્ઘાટન અમેએ આ ગ્રંથમાં કરેલું છે.
શતાવધાનના પ્રત્યેાગે! દીર્ઘ સમયથી ભારતની પ્રજાનું અનેરું આકર્ષણુ કરી રહ્યા છે. તેમાં ગણિતને લગતા જે પ્રયાગા રજૂ કરવામાં આવે છે, તેમાંના ઘણાખરાનુ રહસ્ય અમારા આ અને ગ્રંથામાં એટલે કે ‘ગણિત-ચમત્કાર તથા ગણિત-રહસ્ય ’ માં આવી જાય છે અને તેથી આ વિષયમાં રસ ધરાવનાર સજ્જના તથા સન્નારીઓએ આ અને ગ્રંથાનું સાંગેાપાંગ વાંચન-મનન કરવું જરૂરી છે.
"
આપણે ત્યાં સામાન્ય પ્રથા એવી રહી છે કે જે વસ્તુ લેાકાને ચમત્કારિક લાગે, તેના પર ચમત્કારિકતાના વિશેષ ઢાળ ચડાવવા અને આ વસ્તુ તે વિશિષ્ટ અધિકારીઓને જ પ્રાપ્ત થાય છે, એમ જણાવી સામાન્ય લેાકેાને માટે તેની પ્રાપ્તિના દરવાજા બંધ કરી દેવા. વિદ્યા માટે પાત્ર જોવાની આવશ્યકતા છે ખરી, પણ તેમાં જે વિજ્ઞાન રહેલુ છે, તેનાથી જિજ્ઞાસુઓને વંચિત રાખવા અને તેના લેપ થઈ જાય ત્યાં સુધી તેને ગુપ્ત રાખવી, એ કોઈ પણ રીતે ઉચિત નથી. આ પ્રથાને અનુસરવાથી આપણે ઘણું ગુમાવ્યું છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org