________________
૧૬૨
ગણિત રહસ્ય
જ ... હીરા મૂકયા હતા. તે અવેરીને છ પુત્રી હતા. હવે વૃદ્ધાવસ્થા આવતાં તે ઝવેરીએ પેાતાની મિલકત છેાકરાઓને વહેંચી આપી અને પેલાં પડીકાં પણ વહેંચી આપ્યાં, પરંતુ તેની વહેંચણી એવી રીતે કરી કે જેથી દરેકના “ ભાગમાં છ પડીકાં જ આવ્યાં અને હીરાની સંખ્યા પણ સરખી જ આવી. ત્યારે તે હીરાનાં પડીકાંઓની વહેંચણી કેવી રીતે કરી હશે ?
[૪૩] વસ્તીવધારા
વસ્તીવધારાના પ્રશ્ન દરેક દેશને મૂ ંઝવી રહ્યો છે. એક પ્રસિદ્ધ વિદ્વાને હમણાં જ કહ્યું હતું કે દુનિયાની વસ્તીમાં થઈ રહેલા ચાલુ વધારાના પ્રશ્ન મનુષ્યોને બીજા ગ્રહમાં મેાકલી દેવાથી ઉકેલાશે નહિ. તે સંભાળભરી વિચારણા અને હિંમતભરેલા ઉકેલ માગે છે. આપણા ભારત દેશમાં તે માટે કુટુંબનિયોજનની યાજના અમલમાં છે.
અહીં પ્રશ્ન એવા છે કે દર અઠવાડિયે વસ્તીમાં ૧ ટકાના વધારા થાય, તે ઝડપી છે કે વર્ષે દહાડે ૬૦ ટકાના વધારા થાય તે ઝડપી છે?
[ ૪૪ ]
વાઘ, મરી અને ઘાસના પૂળા
નદીના એક કાંઠે એક વાઘ, એક અકરી અને એક ઘાસના પૂળા છે. એ ત્રણેયને સામે કાંઠે લઈ જવાનાં છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org