________________
૧૩
અને પ્રસંગોએ પુયર યમ રાખી
તમને
પાકી
તેઓ સમજ્યા છે અને તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ રજુ કરવાને પ્રયત્ન કરે છે.
પછી શતાવધાનના પ્રયેગે જેવાને અને સમજવાનો મને પ્રસંગ મળે. વડોદરાના શ્રીમંત મહારાજા ફત્તેહસિંહરાવ ગાયકવાડ જેઓ પુણ્યસ્મૃતિ મહારાજા સયાજીરાવ ગાયકવાડની જ્ઞાનને પિષવાની પ્રથાને કાયમ રાખી રહ્યા છે અને પૂર્વજની જ્ઞાનગંગાની તૃષાને કેળવી રહ્યા છે, તેમને પંડિત શ્રી ધીરજલાલભાઈને ભેટો કરી આપવાની જિજ્ઞાસાને હું રોકી શક્યો નહિ. મહારાજા સાહેબે તેમની લાક્ષણિક બુદ્ધિથી હિન્દુસ્તાનની ઊંચી કક્ષાની જ્ઞાનની સરિતાને વહેતી કરવાના પ્રયત્નમાં પં. શ્રી ધીરજલાલભાઈને ઉપગ કરવાનું નક્કી કર્યું અને જાતે હાજર રહી તેમના પ્રયોગ જોયા અને તેમને ગણિત-ચમત્કાર ગ્રંથને આવકાર્યો તથા પ્રજામાં લેકપ્રિય બનાવવાનું બીડું ઝડપ્યું. પં. શ્રી ધીરજલાલભાઈ ગણિત-રહસ્યનું પુસ્તક આટલા થોડા સમયમાં તૈયાર કરી શક્યા છે, તેને યશ તેમને અને શ્રીમંત મહારાજા સાહેબના ફાળે જાય છે.
ગણિત-રહસ્યમાં ગણિતશાસ્ત્રના પ્રચલિત કેયડાઓને અને સમાજે માની લીધેલા ચમત્કારેને તેમણે સરલ રીતે અને સાદી ભાષામાં સમજાવ્યા છે. એકી-બેકીના પ્રયોગ વાંચ્યા પછી ચમત્કાર નહિ, પણ સાદા સીધા ગણિતશાસ્ત્રના દાખલાઓ છે, એ કબૂલ કર્યા સિવાય ચાલે તેમ નથી. જે હાથમાં એકી હોય તેને એકીથી ગુણવામાં આવે તે તેનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org