________________
જ્યોતિષશાસ્ત્ર એ ઊંચામાં ઊંચા પ્રકારની એન્ટ્રનેમીનું ગણિત છે, એ શંકા વગરની વાત છે. જેણે હિન્દુસ્તાનના -જ્યોતિષશાસ્ત્રને અભ્યાસ કર્યો છે અને જેમને એનેમીને અભ્યાસ કરવાની તક મળી છે, તેઓ કબૂલ કરશે કે ખગોળશાસ્ત્રની અટપટી અને ગુંચભરેલી ગણતરીઓ ઉકેલવાની રીતે હિન્દુસ્તાનના તિષશા સહેલાઈથી શોધી કાઢી છે. આખા બ્રહ્માંડની રચના અને તેના નિયમને ધ્યાનમાં લેવામાં આવે અને હિન્દુસ્તાનના તિષશાસ્ત્રની ગણતરીઓને સરખાવવામાં આવે તે મોટામાં મોટા વૈજ્ઞાનિકને કબૂલ કરવું પડશે કે આજના વિજ્ઞાનના યુગમાં પણ તે ગણતરીએ સાચી અને ભૂલ વિનાની છે. કેઈને પુરો જોઈતા હોય તે જગવિખ્યાત ગણિત પારંગત શ્રીરામાનુજમનું જીવનચરિત્ર વાંચી જુએ.
આવાં અનેક કારણસર હું હિન્દુસ્તાનના ગણિતશાસ્ત્રમાં રસ લેતા ભાઈ એ તરફ મમત્વ અને માનની દષ્ટિ કેળવતે આવ્યો છું. જ્યારે જ્યારે છાપામાં યાદદાસ્તીના પ્રાગોના અહેવાલે વાંચતા, ત્યારે એનું રહસ્ય શોધવાની મને જિજ્ઞાસા થતી. સાનુકૂળ સંજોગોમાં પંડિત શ્રી ધીરજલાલ શાહના સંપર્કમાં આવવાનું ભાગ્ય પ્રાપ્ત થયું. એમની સાથેની વાતચીતમાં ખાત્રી થઈ કે તેઓ હિન્દુસ્તાનના ગણિતશાસ્ત્રના - ઊંડા અભ્યાસી છે અને મને વધારે માન છે એટલા માટે થયું કે અંગ્રેજી ગણિતશાસ્ત્રને ઊંડો અભ્યાસ ન કરે હોવા છતાં વિજ્ઞાનની દષ્ટિએ હિન્દુસ્તાનના ગણિતશાસ્ત્રને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org