SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરની અચૂક આગાહી તેના આધારે ઉત્તરની અચૂક આગાહી કરી શકાય છે, પછી પ્રશ્ન કરનારાઓ ગમે તેવી મનસ્વી સંખ્યાઓ ભલે લખે ! આ પ્રગ કેવી રીતે થાય છે, તેનું વર્ણન કરવાથી પાઠકને બધો ખ્યાલ આવી જશે. ગણિતજ્ઞ–સજ્જનો અને સન્નારીઓ! તમે બધા ગણિતના પ્રયોગોમાં જે રસ દાખવી રહ્યા છે, તે જોઈને મને ઘણું ખુશી ઉપજે છે. આ પ્રગાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવા માટે અહીં પરીક્ષક–સમિતિના માનવંતા સભ્યો હાજર છે અને સભાપતિ મહોદય પણ ખૂબ ઉત્સુકતાથી આ પ્રયોગ તરફ મીટ માંડી રહ્યા છે. હું તમને જણાવવાની રજા લઉં છું કે હવે પછી તમારી સમક્ષ જે પ્રવેગ કરવાનું છે, તેના ઉત્તરની મેં અચૂક આગાહી કરેલી છે અને તે મારા હાથમાં રહેલા બે સીલબંધ પરબીડિયામાં મૂકેલી છે. આમાંના એક પરબીડિયા પર મેં ની સંજ્ઞા કરી છે અને બીજા પરબીડિયા પર ર ની સંજ્ઞા કરી છે. આ બંને પરબીડિયા હે સભાપતિ મહેદયને સુપ્રત કરું છું. અહીં ગણિતજ્ઞ પિતાના સ્થાનેથી આગળ વધીને સભાપતિ મહોદય પાસે જાય છે અને સહજ નમન કરીને તેમને બે પરબીડિયાં સુપ્રત કરે છે. પ્રેક્ષકોમાં કુતૂહલનું વાતાવરણ જામે છે. ગણિતજ્ઞ–ગૃહસ્થ અને સન્નારીઓ ! હમણાં તમને સ્વયંસેવક ભાઈએ કેરા પરબીડિયાં વહેંચશે. આ પરબી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005357
Book TitleGanit Rahasya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1966
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy