________________
[ ૧૨ ] ઉત્તરની અચૂક આગાહી
વાયુશાસ્ત્રીઓ ઘણું વાર આગાહી કરે છે કે આવતી કાલે વરસાદનાં ભારે ઝાપટાં પડશે અને પવન જેરથી કુંકાશે, પણ કેટલીક વાર એવું બને છે કે બીજા દિવસે આકાશમાં વાદળું દેખાતું નથી અને પવન મંદ મંદ વાતે હેય છે. તાત્પર્ય કે તેમની આગાહીઓ જોઈએ તેવી અચૂક હેાતી નથી.
ઘણા મુસદ્દીઓ રાજદ્વારી ઘટના વિષે અમુક આગાહી કરે છે, પણ છેલ્લી ઘડીએ એવા બનાવો બની જાય છે કે એ આગાહી કરતાં કંઈ જુદું જ દશ્ય જોવામાં આવે છે, એટલે કે તે આગાહી પણ અચૂક હોતી નથી.
જ્યોતિષશાસ્ત્રીઓ આગાહી કરવા માટે પંકાયેલા હોય છે, પરંતુ તેમાં પણ ઘણી વાર છબરડા વળે છે. રાજગાદીએ બેસવાનું મુહૂર્ત હોય અને જવું પડે વનવાસમાં; એ છબરડો નહિ તે બીજું શું ?
પરંતુ ગણિતવિદ્યા એવી ગહન અને અભુત છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org