________________
શ્રીમાન કે. કે. શાહે પાતાના બહુમૂલ્ય સમયને ભેગ આપીને આ ગ્રંથની પ્રરતાવના લખી આપી, તે માટે તેમને ખાસ આભાર માનીએ છીએ
.
મુંબઈ નિવાસી શ્રીમાન શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ, શ્રીમાન્ રમણીકદ માતીચંદ ઝવેરી, શ્રીમાન્ લાલજી છગનભાઈ કાપડિયા વગેરેએ આ ગ્રંથના પ્રકાશનમાં ઘણો ઉત્સાહ બતાવ્યા છે, તે માટે તેમને અંતઃકરણથી આભાર માનીએ છીએ.
ભારતના બીજા પ્રતપ્રધાન સદ્ગત શાસ્ત્રીજીની વિદ્યામાનતામાં અમે શ્રી લાલમહાદુર શાસ્ત્રી ગૌરવગથ પ્રકટ કરવાની ભાવના ધરાવતા હતા અને તે અંગે કેટલીક તૈયારી પણ કરી હતી, પરંતુ તેઓશ્રીનુ તાશ્ક ંદ ખાતે એકાએક અવસાન થતાં અમારી એ ભાવના અમલમાં આવી શકી નહિ, એટલે આ ગ્રંથ તેમને સાદર સમર્પણ કરીને કૃતાંતા અનુભવીએ છીએ.
માત્ર ચાર માસના ગાળામાં પ્રથમ આવૃત્તિ ખલાસ થઈ જતાં આ બીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે.
પ્રજ્ઞાના પ્રકાશન કરનારું સુંદર સાહિત્ય બહાર પાડવાની અમારી ભાવના છે અને તે અનુસાર યથાશક્તિ પ્રવૃત્તિ ચલાવી રહ્યા છીએ. અમને આશા છે કે બૃહદ્ ગુજરાતના ધીમાને। તથા શ્રીમાના અમારી આ પ્રવૃત્તિને યાગ્ય પ્રાત્સાહન આપતા રહેશે.
તા. ૧૦-૧૧-૬} ધનત્રયેાદશી, સ. ૨૦૨૨.
Jain Educationa International
For Personal and Private Use Only
પ્રકાશક.
www.jainelibrary.org