________________
પહેલાં લઈ કાયાનું સાર્થક કરવા પ્રયાસ કર્યો, અને ઘરના બહેળા કુંટુંબને કેળવવા તથા ધર્મ ખાતાંમાં સંપૂર્ણ જીવન વ્યતીત કરવા જે પેજના કરી તે અત્યંતર સાધુતાનું લક્ષણ છે. - આ જ્ઞાનભંડારને અંગે ધાર્મિક પાઠશાળા પ્રથમ ગેપીપુરાના ઉપાશ્રમમાં શરૂ કરી અને શ્રાવકેના નાના બાળકેને શિક્ષણ આપવા તથા તેના ઉત્તેજનાથે પ હજાર રૂપિયા આ જ્ઞાન ભંડારને મકાન બાંધી આપનાર ઝવેરી નગીનચંદકપુરચંદના પુત્રએ ફરી આપેલા છે, તેમાંથી ધાર્મિક પાઠશાળા ચાલુ છે, તેમ જ્ઞાનભંડારમાં બપોરના સમયે શાસ્ત્રી સન્મુખરામજી પુસ્તકો લેવા આપવા ઉપરાંત સાધુ સાધ્વ જેન અજૈન વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવે છે તથા જેનસૂત્રો ચરિત્ર વિચાવે છે, અને તેને લાભ બધા લે, એ તેમની પવિત્ર ભાવનાને દરેક કે આપે એજ પ્રાર્થના છે, વળી ૧૯૭૭ થી સટીક સૂનું ભાષાંતર ખાતું ચાલું થયું અને દશવૈકાળિક આચારાંગ સૂયગડાંગ તથા આવશ્યક નિર્યુક્તિ પ્રથમ ભાગ છપાઈ ગયા છે, નાણુની તંગીને લીધે પુસ્તકે ઓછાં ખપવાથી સૂયગડાંગ પાંચમો ભાગ છપાવે બાકી ન રહે માટે અમદાવાદમાં સ્થાનકવાસીમાં અગ્રગણ્ય વકીલ ત્રીકમલાલ ઉગરચંદભાઈ જેમણે પૂર્વે વ્યવહાર સૂત્ર છપાવવામાં સહાય કરેલી તેમને કહેતાં તેઓએ આ ભાગ છપાવ્યો છે, અને જૈન શ્વેતાંબર સમાજના બે સંપ્રદાયને મળવાનું આ મહાસ્તુત્ય પગલું ભર્યું છે, તે પ્રમાણે દરેક ધાર્મિક કાર્યોમાં દિગંબર પણ સાથે મળી સમગ્ર જેને સમૂહ બળથી કાર્ય કરી મહાવીર પ્રભુને ધર્મ જ્ઞાનદ્વારા જગતમાં ફેલાવે એ અમારી અંતઃકરણની પ્રાર્થતા પાર ઉતારવા શાસનદેવ સૌને સુબુદ્ધિ આપે,
–માણેકમુનિ અમદાવાદ. સંવત ૧૯૮૮ આ સુદ ૧૨ ખરતરગચ્છ ધર્મશાળા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org