________________
દશમું સમાધી આયયન.
[૭૯
મુમુક્ષુએ જે આરાધે તે ચરણ, તે સારી રીતે ચારૂિ ત્રમાં રહીને બરાબર વનારા સાધુ ચારે સમાધિના ભેદ દર્શન જ્ઞાન તપ ચારિત્રમાં જેણે આત્મા સ્થિર કર્યો હોય તે તે સમાહિત (સમાધિવાળા) આત્મા છે, તેને સારી આ છે કે જે સારા ચારિત્રમાં રહે, તે ચાર પ્રકારની ભાવ સમાધિવાળો આત્મા થાય છે, અથવા જે ભાવ સમાહિત આત્મા હોય તે સમ્યગ ચારિત્રવાળે જાણ, તે બતાવે છે. દર્શન સમાધિમાં રહેલે જિન વચનમાં જેનું મનરંજિત છે, જેમ બુઝવનારો વાયરે ન આવે તેવા સ્થાનમાં દીવે સ્થિર રહે, તેમ દર્શન સમાધિવાળાને કુમતિવાયુવડે બીજો ન ભમાવે (મોક્ષની જેને શ્રદ્ધા છે, તેને કુમતિવાળા ચારિત્રથી ન પાડે) જ્ઞાન સમાધિ વડે જેમ જેમ નવું ભણે, તેમ તેમ ઘણી ઉંચો ભાવના સાધિમાં તે ઉદ્યુત થાય છે, તે જ કહ્યું છે. जह जह मुयमवगाहइ अइसय रस पसर संजय मउव्यं । तह तह पल्हाइ मुणी ण णव संवेग सद्धाए ॥१॥
જેમ જેમ અતિશય રસના પ્રસાવાળું અપૂર્વ સુત્ર વાંચે, તેમ તેમ નવા નવા મક્ષઅભિલાષની શ્રદ્ધા વડે મુનિ આનંદ પામે, ચારિત્ર સમાધિમાં પણ વિષય સુખની નિસ્પૃહતાથી પાસે કંઈ નહિ છત ઉત્તમ સમાધિ મેળવે છે, તે બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org