________________
૭]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
દશમું સમાધિ અધ્યયન.
નવમા પછી દશમુ આરભીએ છીએ, નવમા દશમાને આ સંબંધ છે, નવમામાં ધર્મ કહ્યો, તે સંપૂર્ણ ધર્મ સમાધિ હોય તેા થાય, તેથી હવે સમાધિ કહીએ છીએ, આ સંબધે આવેલા આ અધ્યયના ઉપક્રમ નિક્ષેપ અનુગમ તથા નય એ ચાર અનુયોગ દ્વારા કહેવા, તેમાં ઉપક્રમ દ્વારમાં રહેલા અર્થાધિકાર (વિષય) આ છે, ધર્મમાં સમાધિ કરવી, સારી રીતે મેાક્ષ કે તે માર્ગમાં આત્મા જે ધમ ધ્યાન વિગેરે વડે સ્થાપીએ તે સમાધિ ધમ ધ્યાન વિગેરે છે, (ચંચળ મનને સ્થિર કરવા જે પાપકાર કે આત્માનું ધ્યાન કરીએ તે સમાધિ છે) તે સમાધિ જાણીને ફરસી, નિક્ષેપામાં નામ નિષ્પન્ન જે સમાધિ શબ્દ છે, તેના અધિકાર નિયુકિતકાર કહે છે—
आयाण पणाडावं गोणं णामं पुणो समाहिति । णिक्खिविऊण समाहिं भाव सपाही इ पगवं ।। १०३ ||
સૂત્રમાં પ્રથમ જે લઇએ તે આદાન જેમકે નામના કે ક્રિયાપદના પ્રત્યયેા સુપૂ સ્ વિસગ નૃપઃ, ક્રિયાપદમાં તિ ભવતિ (ગુજરાતીમાં નામમાં વિભકિતના પ્રત્યયા તથા ક્રિયાપદના પ્રથમ અક્ષર વડે લાગે તે) આ આદાન (પ્રથમ) પદ છે તે ‘આદ્ય' નામ આ અધ્યયનનું છે, કારણ આ અધ્યયનનું માત્ર મમ મનુવીર ધર્માં વિગેરે, જેમ આ
પ્રથમ સૂત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org