________________
નવમું વીર્ય અધ્યયન.
વૈદ્માસ્ત્રીથી જન્મે તે અંબષ્ટ કહેવાય, દીકરી અંબછી કહેવાય, તે નિષાદ અને અંબષ્ટિથી જન્મે તે બોકસ કહેવાય, તથા મૃગ શોધનારા એષિક મૃગના માંસથી જીવન ગુજારનારા તથા હાથીના માંસથી જીવન ગુજારે તે હસ્તિ તાપસ, તથા જે કંદ મૂળથી આજીવિકા ચલાવે, તે એષિક જાણવા, વૈશ્વિક તે કપટ યુક્ત વેપારી તથા જુદી જુદી કળાથી પેટ ભરનારા જાણવા, શૂદ્રો તે ખેતીથી આજીવિકા કરનાર આભીર રબારી છે, હવે કેટલાક કહેશો ? તેનો ઉત્તર ગુરૂ કહે છે કે બીજી વર્ણવાળા જુદાજુદા સાવદ્ય જીવહિંસા યુક્ત આરંભવાળા યંત્ર પાલન નિલંછિન (ડામ દેવાનું કામ કરનાર કોયલા બનાવનારા વિગેરે પંદર કર્માદાનથી પેટ ભરતાં જીવોને દુઃખ દેનારા છે, તેમને પરસ્પર વેર વધે છે તે હવે બતાવે છે. परिगह निविडाणं वेरं तेसि पवईई । आरंभ संभियाकामा न ते दुक्खविमोयगा॥सू.३॥
પરિગ્રહ, જેના ઉપર સંપૂર્ણ માલિકી ધરાવે છે, દાસ દાસી ઘેડા હાથી બળદ ગાય ભેંસ વિગેરે ઢેર, ધન ધાન્ય ચાંદી સેનું વિગેરેમાં મારાપણું ધારે, અને તેના સુખથી) તેમાં ગૃદ્ધિપણું રાખતાં તેને લીધે આરંભ કરતાં) અસાતા વેદનીય વિગેરે પાપ પૂર્વે કહેલા આરંભી જીને ઘણું વધે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org