________________
૩૬૪]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજો.
સાધમ આદિવૈમાનિક દેવથી માંડીને પાંચ અનુત્તર વિમાન સુધીના ઉંચ કાટીના દેવા થાય છે, એવું લેાકેાત્તરસૂત્ર જૈન આગમ કહે છે, હવે સુધોસ્વામી જબુસ્વામીને ઉદ્દેશીને કહે છે, મેં આ લેાકેાત્તર જિનેશ્વર દેવ પાસે સાંભળ્યું છે કે સમ્યકત્વ વિગેરે સામગ્રી પ્રાપ્ત કરીને મનુષ્ય કાંતા મેાક્ષમાં જાય, કાંતા વૈમાનિક દેવ થાય છે, આ મનુષ્ય ગતિમાં થાય પણ બીજે નહિ, એવું તી 'કર પાસે ગણધરે સાંભળ્યું તે પોતાના શિષ્યાને કહ્યું કે માણુસજ અશેષકર્મ ક્ષય કરીને સિદ્ધિગતિમાં જનારે થાય છે, પણ મનુષ્ય ન હાય તે મેાક્ષમાં તે ભવમાં ન જાય, આ કહેવાથી શાકચે (ઐાદ્ધ મતવાળે) કહ્યું છે કે દેવ હાય તેજ બધાં કર્મના નાશ કરીને મેાક્ષમાં જાય છે, તે ખાટું છે, એમ બતાવ્યું, કારણ કે ત્રણગતિ-દેવ નારકી તિર્યંચ જે મનુષ્ય વિનાની છે, તેમાં નિર્મળ ચારિત્રને અભાવ હાવાથી તે મેાક્ષમાં ન જાય, પણ નિર્માંળ ભાવ મનુષ્યમાં થઇ શકે, તેથી મેાક્ષમાં જાય છે. હવે તેમનાં નામ લઇને કહે છે,
अंत करति दुक्खाणं इह मेगेसि आहियं आघायं पुण एगेसिं दुल्लभेऽयं समुस्सए |१७|
બૌદ્ધ લેાકા કહે છે કે દેવતા નિર્મળ ભાવનાથી મેક્ષમાં જાય છે, પણ જૈન ધર્મ કહે છે કે મનુષ્યેાજ મેાક્ષમાં જાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org