________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૫૯
ન થયાં, તેમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે સૂર્યનાં કિરણે ભમરીના ચરણ જેવા નિર્મળ પ્રકાશિત છતાં પણ જે રાત્રિમાં દેખનારાં ઘુવડ વિગેરે છે, તેને દિવસમાં પ્રકાશિત કરી શકતાં નથી.
પ્ર.—કે આ અનુશાસક છે?
ઉ.–વસુ-દ્રવ્ય અહીં મોક્ષ છે, તેના તરફ લઈ જનાર સંયમ તે જેને છે તે સંયમી, વસુમાન-તેવા પ્રભુ કેવળ જ્ઞાની થઈને સંયમમાં રહ્યા થકા દેવાદિકનું કરેલું અશક વૃક્ષ વિગેરે આઠ પ્રતિહારીનું પૂજન આસ્વાદે છે, ભેગવે છે, તે પૂજનાસ્વાદક છે,
પ્ર–દેવ વિગેરેએ કરેલું સમવસરણ વિગેરે તેમને માટે કરેલું આધાકમી ભોગવવા છતાં તેમના સંયમમાં દોષ કેમ ન લાગે?
ઉ–પ્રભુને તેને ભેગવવાનો આશય ન હોવાથી અનાશય છે, અથવા દ્રવ્યથી ભેગવે છતાં ભાવથી આસ્વાદક (ભેગવનારા) નથી, તેમાં રહેલ ગાર્થ (મોહ) તેમને નથી, તેથી ભોગવવા છતાં પણ સંયમમાં એકાંતે તત્પર હોવાથી સંય મવાનજ છે,
પ્ર.—કેવી રીતે?
ઉ–ઇંદ્રિય અને નોઈદ્રિય (મન) વડે દાંત છે, આવા ગુણવાળા છતાં પણ પ્રભુ કેવા છે? સંયમમાં દઢ છે, વળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org