________________
૩૫૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. માત્રમાં પુરૂષને વશ કરે છે, તેથી બધા ભાવે વડે સ્ત્રીઓ પુરૂષને ખરેખરૂં બંધન છે, स्त्रीणां कृते भ्रातृयुगस्य भेदः संबन्धिभेदे स्त्रिय एव मूलं अप्राप्तकामा बहवो नरेंद्रा नारीभिरुत्सादितराजवंशाः ॥२॥
સ્ત્રીઓને માટે બે સગાભાઈમાં લડાઈ થાય છે, તથા સગાંવહાલાંમાં ભેદ પડવાનું મૂલ કારણ પણ સ્ત્રીઓ છે, એજ સ્ત્રીઓ માટે ઘણુ રાજાઓ લડાઈઓ કરીને રાજવંશ નાશ કરીને ભેગ ભેગવ્યા વિના બુરહાલે મુઆ છે, આ પ્રમાણે તે સ્ત્રીઓનું સ્વરૂપ જાણુને તેને જય કરે છે, પણ તે સ્ત્રીઓથી છતા નથી, એ નક્કી થયું, - પ્ર-સ્ત્રીઓના પ્રસંગના આશ્રવદ્વારવડે બીજા આશ્રવદ્વારે કેમ બતાવે છે ? પણ જીવ હિંસા વિગેરેના આશ્રવદ્વારેવડે કેમ તેવું કરતા નથી?
ઉ-કેટલાક મતમાં અંગના (સ્ત્રી)ના ભેગોને આશ્રદ્વાર માનતા નથી, તે કહે છે કે न मांसभक्षणे दोषो न मधे न च मैथुने प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥
માંસ ભક્ષણમાં દારૂ પીવામાં કે સ્ત્રી સંગમાં દેષ નથી. કારણ કે એ તો જીવોની અનાદિકાળની ટેવ છે, પણ જે તેની નિવૃત્તિ કરે તે મહાફળ (લાભ)વાળી છે, આવાઓના મતનું ખંડન કરવા માટે સ્ત્રીનું આશ્રદ્વાર લીધું છે, અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org