________________
ચદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૭ કઠણ વિષય ખુલાસાથી સમજાવે, અને જે વિષય હોય તેવું હેતુ યુક્તિ સહિત બેલે, ગુરૂ પાસે બરાબર સમજીને તે પ્રમાણે બીજાને સમજાવે, તથા જિન વચનની રીતિ સમજીને શુદ્ધ નિર્દોષ વચન બોલે, ઉત્સર્ગ અપવાદની વિધિ સમજી પાપને વિવેક રાખીને સાધુ બોલે.
વળી થોડા અક્ષરમાં ઘણો કઠણ વિષય ન સમજાતે હોય તે શોભન પ્રકારે તેના પર્યાય શબ્દ કહીને તેને ભાવાર્થ સમજાવે, પણ થોડા અક્ષરે કહીને કૃતાર્થ ન માને, પણ જાણવા જોગ પદાર્થ કહેતાં સાચો હેતુ યુકિત વિગેરેથી સાંભળનારની અપેક્ષા વિચારીને પ્રતિપૂર્ણ ભાષી પૂરું બોલનારો એટલે અખલિત અમિલિત અહીન અક્ષરો કહેનારો થાય, તથા આચાર્ય વિગેરેથી ઘરોબર અર્થ સમજીને શીખે. તેજ બીજાને કહી બતાવનાર તે સમ્યગર્થ દશી છે, આ બને તે તીર્થકરની આજ્ઞા–સર્વજ્ઞ પ્રણીત આગમના અનુસારે શુદ્ધ નિર્મળ-પૂર્વ અપર અવિરૂદ્ધ નિવદ્ય વચન બોલતે ઉત્સર્ગની જગ્યાએ ઉત્સર્ગ અને અપવાદની જગ્યાએ અપવાદ તથા સ્વપર સિદ્ધાંતને અર્થ જે હોય તે કહે, આવી રીતે ગોઠવીને બોલતો સાધુ પાપનો વિવેક કરતે લાભ સત્કાર વિગેરેને મોહ છોડી નિરપેક્ષપણે નિષ વચન બોલે, ફરીથી ભાષાની વિધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org