________________
ચૌદમું શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૧૭ તેના વડે પોતે ધર્મ સમજીને બીજાઓને તે પ્રમાણે શ્રુત ચારિત્ર સમજાવે છે, અથવા પોતાની તથા પારકાની શકિત જાણુને અથવા પદાની સ્થિતિ અથવા કહેવાનો વિષય બરોબર સમજીને ધર્મોપદેશ કરે છે, આવા પ્રકારના તે પંડિત ત્રણ કાળનું સ્વરૂપ જાણનારા પૂર્વે ઘણા ભવોમાં જે કર્મ બાંધ્યાં હોય તેના અંત કરનારા થાય છે, અને તેવા ઉત્તમ પુરૂષ બીજાના પણ કમ દૂર કરવા સમર્થ હાય છે, તે બતાવે છે, તે યથાવસ્થિત ધર્મ બતાવનારા બંનેના પરના તથા પોતાના કર્મપાશ મુકાવનારા અથવા સંસારના, નેહની બેડી જે કર્મ બંધન રૂપ છે તેને મુકાવી સંસાર સમુદ્રથી પાર જનારા થાય છે, એવા ઉત્તમ તે સાધુઓ સમ્યફ શોધિત આગળ પાછળમાં વિરોધ ન આવે તેમ પ્રશ્ન– શબ્દ બોલે છે, તે આ પ્રમાણે. પ્રથમ બુદ્ધિએ વિચારી આ પુરૂષ કેણ છે, કેવા વિષયને ગ્રહણ કરનારે છે, અથવા હું તેને કે વિષય સમજાવી શકે તેમ છે. આ પ્રમાણે પરીક્ષા કરી ઉપદેશ આપે, અથવા બીજે કંઈ કંઈ વિષય પૂછે, તે બરાબર વિચારીને ઉત્તર આપે, आयरिय सया सावधारिएण अत्थेण झरिय मुणिएणं तो संघमज्झयारे ववहरिउं जे मुहं होंति ॥१॥
આચાર્ય પાસે સાંભળી વિચારી ધારેલા અર્થને સંઘ મધ્યે વ્યાખ્યાન આપતાં બેલનાર સાંભળનારને સુખ થાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org