________________
૩૦૬]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. वर्णसि मूढस्स जहा अमूढा
मग्गाणुसासंति हितं पयाणं तेणेव (तेणावि) मज्झं इणमेव सेयं
जं मे बुहा समणुसासयंति ॥१०॥ સૂ. અ–જેમ અટવીમાં ભૂલેલાને ડાહ્યા માણસો ખરે રસ્તે બતાવે છે તેમ ભૂલતા સાધુને કેઈ હિતની વાત કહે તે તેણે કોઇ ન કરતાં વિચારવું કે આ ડાહ્યા માણસે મને સીધે રસ્તે ચડાવી મારું કલ્યાણ કરે છે,
ટી. અ–આ મતલબનું દષ્ટાન્ત આપે છે, ગહનવન– ભયંકર અટવીમાં દિશાની ભૂલવણીથી મતિ મુંઝાતાં કુમાર્ગે ચડેલાને દયાળુ મનવાળા અને સાચા જુઠા રસ્તાને જાણ નારા હોય છે તેવા ભેમીયા માણસો કૃપા કરીને રસ્તા ભૂલેલાને સીધે રસ્તે ચડાવે, તેવાં સારા માઠાને વિવેક સમજનારાથી પિતાને ખર રસ્તે મળવા બદલ પિતાનું ભલું માને, (તેમનો ઉપકાર માને) તેમ આપણને ભૂલતાં કઈ . ઠપકો આપે તો તેના ઉપર ગુસ્સે ન થવું, પણ આ મારા ઉપર ઉપકાર કરે છે તેમ માનવું, કે આ ડાહ્યા પુરૂષો મને સીધે રસ્તે ચડાવે છે, જેમ દીકરાને બાપ સારે રસ્તે ચડાવે તેમ આ ઉપકારી પુરૂષે મારું કલ્યાણ કરે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org