________________
૩૦૦]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો: સારા કે માઠા શબ્દો સાંભળીને તેમાં આશ્રવ (રાગદ્વેષ) ન લાવતે વિચરે, તથા ઉત્તમ સાધુ નિદ્રા પ્રમાદ ન કરે, તથા કઈ કઈવાર મનમાં ભ્રાંતિ થાય તે ગુરૂ સમાધાન કરી લે, (પતે તરે બીજાને તારે) આ ટી-ઈર્ષા સમિતિ વિગેરે પાળનારે જે કરવું તે બતાવે છે, વેણુ વીણાના મધુર શબ્દો જે કાનને વહાલા લાગે તેવા અથવા ભેરવ ભયાનક કે કાનમાં શૂળ ઘોચે તેવા કઠેર કર્કશ શબ્દો સાંભળીને સારામાઠા શબ્દોથી રાગદ્વેષરૂપ આશ્રવ થાય, તે ન લાવે તે અનાશ્રવ છે, અર્થાત્ અનુકૂળ પ્રતિકૂળ શબ્દો કાનમાં આવતાં અનાશવ-મધ્યસ્થ રાગદ્વેષ રહિત બનીને પરિવરે વિહાર કરે, સંયમના અનુષ્ઠાન કરે, તથા નિદ્રા કે પ્રમાદ સારો સાધુ ન કરે, તેને પરમાર્થ આ છે કે શબ્દોને આશ્રવ કવાથી વિષય પ્રમાદ ત્યાગે, નિદ્રા નિધથી નિદ્રાનો પ્રમાદ છોડ્યો, અને પ્રમાદ શબ્દથી વિકથા કે કેધાદિ કષાય ન કરે, આ પ્રમાણે ગુરૂકુલવાસથી સ્થાન શયન આસન સમિતિ ગુખેતીમાં વિવેક શીખીને સર્વે પ્રકારના પ્રમાદો છોડીને ગુરૂ ઉપદેશથી જ કઈ કઈવાર વિચકિત્સાચિત્તમાં જે વિકપિ થાય તેનાથી તરે, અર્થાત્ તેને દૂર કરે, અથવા મેં ગ્રહણ કરેલો મહાવ્રતરૂપી ભાર માટે કેવી રીતે પાર ઉતારે, એવી શિથીલતા થાય તો તે ગુરૂ મહારાજના બેધ તથા સહાયથી દૂર થાય, અથવા કંઈ કંઈ મનમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org