________________
૨૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
અતિપ્રસંગ (હદ ઉલંઘવાનું) થાય, આત્માને પણ જેનેએ પિતાના શરીર માત્રમાંજ વ્યાપેલે ઉપયોગ લક્ષણવાળે દ્રવ્યપણે સ્વીકાર્યો છે, મનને જનોએ દ્રવ્યમનને પુદ્ગલ પરમાણુરૂપ હોવાથી પરમાણુ માફક ગણું લીધું છે, અને ભાવ મન જ્ઞાનરૂપ હોવાથી જીવને ગુણ ગણી આત્મામાં ગણી લીધેલ છે, વળી વૈશેષિકેજ કહે છે કે પૃથ્વીયોગથી પૃથ્વી, તે પણ પોતાની સ્વપ્રક્રિયા (વ્યાખ્યા) માત્રજ છે, કારણ કે પૃથ્વીથી જુદું પડેલું પૃથ્વીપણું ક્યાંય નથી કે જે બીજા યોગથી પૃથ્વી બને, (અર્થાત્ પૃથ્વી હોય તે પૃથ્વીરૂપેજ છે) તેમના માનેલા સામાન્ય વિશેષ ભેર પણ નિરર્થક છે, કારણ કે જગતમાં જે વિદ્યમાન છે તે બધું સામાન્ય વિશેષરૂપે છે, માટીના કુંદામાંથી ઉપર નીચેના બનાવેલા બે ટુકડા તળીઉં તથા મેઢાનો ભાગ જોડવાથી ઘી બને છે એટલે નામ જુદું પડયું. જેમ માણસનું માથું સિંહ જેવું હોય અને બાકીના ભાગ માણસ જે હોય તે નરસિંહ કહેવાય છે, એટલે સિંહ પણ છે નર પણ છે, તે જ કહ્યું છે જે ભેદ માનીએ તો તે તેને અવયવ (અંશ) નથી, અને જે તે તેને અન્વય (અંશ) છે તો તેને ભેદ કહેવાય નહિ. જેમકે મેતું સિંહનું હેવાથી તે માણસ ન કહી દેવાય, તેમ બીજા ભાગ માણસોના હેવાથી સિંહ પણ ન કહી દેવાય, પણ શબ્દ વિજ્ઞાન કાર્યોના ભેદથી તે નરસિંહ જાતિ માંજ ગણાશે વિગેરે સમજવું..
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org