________________
૨૨૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
વસ્તુ દેખીને પૂર્વનું અનુમાન થાય જેમકે શીખંડ દેખીને દહીંનું અનુમાન થાય, સામાન્યથી જોયેલું તે એક આંબાને મહેર આવેલાં જોઈને અનુમાન થાય કે જગતમાં વસંત ઋતુ આવી અને આંબા ફન્યા અથવા દેવદત્તને ચાલતે જોઈને એક સ્થાનથી બીજે સ્થાને પહોંચતાં દેખીને સૂર્યને પૂર્વમાથી પશ્ચિમમાં જતાં જોઈને અનુમાન કરાય કે સૂર્ય પણ ચાલે છે, તેમાં પણ તે સિવાય બીજી રીતે ન બને, તે ગમિકા ( ) વિના કારણનું કાર્ય પ્રત્યે વ્યભિચાર (શંકિત) થાય, જેમાં ગમિકા હોય ત્યાં કાર્ય કારણ વિગેરે સિવાય પણ ગમ્ય ગમક ભાવ જે છે, જેમકે શકટ (મૃગસર) નક્ષત્રના ઉદયનું ભવિષ્ય કૃતિકા નક્ષત્ર ઉગેલું દેખીને કઈ પણ કહી શકે, તે કહે છે. જ્યાં બીજી રીતે જે ઉત્પન્ન ન થાય ત્યાં કાર્ય કારણ કન્તુ એ ત્રણે પૂછવાની શી જરૂર છે? અથવા ચાં બીજી રીતે ઉત્પન્ન ન થાય, એવું નથી, અર્થાત બીજી રીતે થાય તો પછી કાર્ય કારણ કર્તાની શી જરૂર છે ? હવે ફરી જૈનાચાર્ય કહે છે, કે તમારું માનેલું પ્રત્યક્ષ અપ્રમાણ છે, તે અનુમાન પણ તેના આધારે હોવાથી અપ્રમાણ છે, જેમ ગાયને ગવય, વળી જ્યાં સંજ્ઞા અને સંજ્ઞીને સંબંધને સ્વીકારાય થાય
ત્યાં ઉપમાન થાય (ઉ મા ઉપમાન એક જ છે) અહીં ઉપમાનમાં પણ તે સિવાય બીજી રીતે ન થાય, એવી સિદ્ધિમાં અનુમાનના લક્ષણપણુથી તેમાં સમાઈ જવાથી ઉપમાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org