________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[રર૩ પદેશ (ઉપચાર) વિનાનું તેમજ નિ:શક્તિ અને નિશ્ચય કરેલું તે પ્રત્યક્ષ પ્રમાણ જાણવું, તે અહીં આપણે ઇદ્રી અને પદાર્થ બંને સંબંધમાં આવે, અને તેનાથી જ ઉત્પન્ન થાય, તે અભિવ્યક્ત (ખુલ્લું) જ્ઞાન નથી, તે સુખાદિક પણ નથી, અવ્યપદેશ એટલે વ્યપદેશવાળું માનતાં શબ્દરૂપ થાય, અવ્યભિચારી–તે જેમ (આંખની કસરથી) બે ચંદ્રમા દેખે, તે ખોટું છે, વ્યવસાય આત્મક તે નિશ્ચય કરેલું (અંધારામાં પડછાયાને ભૂત માની તે ડરે, કે લટકતા દોરડાને સાપ માને તે બેઠું છે) આ પ્રમાણે નિયાયિકનું પ્રત્યક્ષ પ્રમાણ છે, જેનાચાર્ય તેનું ખંડન કરી ભૂલ બતાવે છે, કે આ પ્રત્યક્ષતા અગ્ય છે, જુઓ–જ્યાં (જ્ઞાન સ્વરૂપ આત્મા પદાર્થના ગ્રહણ પ્રત્યે સાક્ષાત્ જાણે દેખે તે પ્રત્યક્ષ છે, અને તે પ્રત્યક્ષમાં અવધિજ્ઞાન મન:પર્યાય તથા કેવળજ્ઞાન છે, તમારું ઇન્દ્રિયોથી અનુભવાતું જ્ઞાન તે આત્માનું સાધન ઇદ્વિરૂપ ઉપાધિ વડે જણાતું હોવાથી અનુમાન પ્રમાણ માફક પક્ષ છે, ઉપચારથી ભલે પ્રત્યક્ષ કહે, પણ ઉપચાર તત્વ ચિંતામાં કામ લાગતું નથી, અનુમાન પણ પ્રથમથી, પછીથી, અને સામાન્યથી દેખેલું એમ ત્રણ પ્રકારે છે, (૧) કારણથી કાર્યનું અનુમાન, તે પૂર્વ માફક (સારે વરસાદ જોઈને કેઈ કહે કે વરસ પાકી ચૂકયું, દાણા વરસે છે, વરસે મઘા તે ધાન્યના થાય ઢગ.) કાર્યથી કારણનું અનુમાન તે શેષવત્ (પછવાડે પડી રહેલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org