________________
૨૦૬].
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પદાર્થોને બરાબર નિહાળી પ્રકટ કરે છે, તેમજ આ લેકમાં નાયસ્ક પ્રધાન (તુ શબ્દ વિશેષણમાં છે.) ઉત્તમ પુરૂષો સહુ પદેશવાથી નાયક ગણાય છે, તે કહે છે તે જ્ઞાનાદિ. મક્ષ માર્ગને બતાવે છે, વારંવાર જન્મે તે પ્રજા પ્રાણું સમૂહ તેઓનું હિત સદગતિ અપાવે, અને કુગતિ હટાવે, તે હિતને ઉપદેશ આપે, વળી ચાદ રજુ પ્રમાણે લેકમાં અથવા ધર્માસ્તિકાય આદિ પંચઅસ્તિકાય રૂપલેક છે તેમાં જે જે પ્રકારે દ્રવ્યસ્તક નયના અભિપ્રાયે જે વસ્તુ શાસ્વત છે, તે તેમણે બતાવી છે, અથવા આ પ્રાણી સમૂહ લેક સંસારમાં રહેલ છે તેમાં જેવી રીતે શાસ્વત (કાયમ) છે તે બતાવે છે, જેમકે મિથ્યાદર્શનની વૃદ્ધિ તેમ તેમ શાસ્વત લોક છે તે બતાવે છે, તીર્થકર આહારક વર્જીને બધાજ જીવે કર્મ બાંધે છે, તેવું સંભવે છે, તેમજ મહા આરંભ વિગેરે ચાર સ્થાન (કારણે)થી નરકનું આયુ જ્યાં સુધી બાંધે છે, ત્યાં સુધી સંસારનો ઉછેદ ન થાય, અથવા જેમ જેમ રાગદ્વેષ વિગેરેની વૃદ્ધિ થાય, તેમ તેમ જીવની અપેક્ષાએ સંસાર શાસ્વત (ચાલુ) રહે એમ કહે છે, જેમ જેમ કર્મના ઉપચયની માત્રા (પ્રમાણ) વધે તેમ તેમ સંસારની વૃદ્ધિ જાણવી, અથવા દુષ્ટ મન વાચા કે કાયાની ચેષ્ટાઓમાં વધારો થાય, તેમ સંસારની વૃદ્ધિ જાણવી, તેજ સંસારનો ચાલુ વધારે છે, આ સંસારમાં પ્રજા તે જીવો, હે માનવ કારણ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org