________________
૧.
*
૨૦૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. અકિયાવાદનું ખંડન કરી ક્રિયાવાદને સિદ્ધ કર્યો, ત્યાં જૈનાચાર્ય કહે છે, આત્માને સુખ દુખ વિગેરે છે, તે તમારું કહેવું સાચું છે, પણ બધું છે જ એવું નક્કી ન માને જે છે એવું એકાંત માનીએ તે પછી કયાંય નથી એવું થઈ જાય તે પછી આ લોકમાં રહેલા બધા વ્યવહાર ઉઠી જાય. વળી એકલી ક્રિયાથી જ્ઞાન વિના સિદ્ધિ નહિ થાય, કારણ કે જ્ઞાન વિના ઉપાય ન સમજાય, અને ઉપાય વિના ઉપેય જે વાંછીએ તે ન મળે એ જાણીતું છે, કારણ કે જ્ઞાન સહિત (સમજીને કરેલી) કિયાજ ફળવાળી છે, દશવૈકાલિક ચોથા અધ્યયનમાં કહ્યું છે કે पढमं नाणं सओ दया, एवं चिट्ठति सव्वसंजए। अन्नाणी किं काही, किंवा नाही छेयपावयं ॥२॥ - પહેલું જ્ઞાન અને પછી દયા (સંયમ કિયા) આ બધા સાધુ માટે જાણવાનું છે અજ્ઞાની સાધુ શું કરશે ? અથવા કેમ જાણશે કે આ પુણ્ય છે કે પાપ છે? એ વચનથી કિયા માફક જ્ઞાનનું પણ પ્રધાનપણું છે, તેમ એકલા જ્ઞાનથી પણ સિદ્ધિ નથી, કારણ કે ક્રિયારહિત જ્ઞાન પાંગળા માફક કાર્યસિદ્ધિ ન કરે, એમ વિચારીને જૈનાચાર્યે આ અગ્યારમી ગાથાના ચોથા પદમાં કહ્યું કે જ્ઞાન ચરણ બે મળેથી મેક્ષ છે પ્ર. શું કહ્યું ઉં. જ્ઞાન ચરણથી મેક્ષ મળેતે યાદ રાખો)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org