________________
૧૯૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. સાચું નથી એમ જાણુને વિદ્યા ન ભણવી અર્થાત્ શ્રુતજ્ઞાન ન મેળવવું, તેમાં બટાપણું છે, એવું કહી તેને ત્યાગ કરાવે છે, અથવા ચોથા પદને અર્થ એ કરે છે કે તેઓ ક્રિયા નથી માનતા, તેથી વિદ્યા ભણવાથી જ મોક્ષમાને, અર્થાત્ જ્ઞાનથી સંસાનું સ્વરૂપ જાણ્યું, એટલે તેને મેક્ષ થઈ ગયે, (એટલે જરાપણ કષ્ટ સહેવું તેમને ગમતું નથી) વળી કોઈ પ્રતિમાં ચોથું પદ આ પ્રમાણે છે, “નાળામુ
ત્તિ વયંતિ પંલા” તેને અર્થ કહે છે, તેઓ અક્રિયાવાદી એમ માને છે કે વિદ્યા ભણ્યા વિના જ પોતાની મેળે લોકને અથવા આ લેકના પદાર્થોને અમે જાણીએ છીએ, એવું તે મંદ બુદ્ધિવાળા કહે છે, પણ જોતિષની સત્યતા. નથી માનતા, વળી અક્રિયાવાદીએ પોતાના તરફથી તેવાં દષ્ટાંત આપે છે કે કેઈને છીક થાય, તે વખતે કોઈ જતો હોય, છતાં તેની કાર્ય સિદ્ધિ થાય છે, અને સારા શુકન લઈને કઈ જાય છતાં કાર્યમાં વિન થતું દેખાય છે, એથી નિમિત્ત બળથી જે જેશીઓ કહે છે, તે તેમનું કહેવું તદન જૂઠું છે, (આ સંબંધે દલપતરામ કવિને દેવજ્ઞ દર્પણ નામનો ગ્રંથ છે, તે જ્યોતિષના ફલાદેશને તદન ખા બતાવે છે, અને જ્યોતિષનું કહેલું ભવિષ્ય સાચું હોય તે શું નુકશાન થાય તે વિસ્તારથી બતાવ્યું છે) જૈનાચાર્ય ઉત્તર આપે છે, તે બધે! એમ નથી, સારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org