________________
૧૮૪]
સૂયગડાંગ, સૂત્ર ભાગ ત્રીજે. '
ઝાકળનાં પાણી ચંદ્રિકા લાતચક (દારૂખાનું સળગતાં જે ચક ફરે છે તે) વિગેરે સરખા પદાર્થો છે, વિગેરે અસારતા બતાવવાથી સ્પષ્ટ જ મિશ્રભાવ બૌધોને છે, અથવા જુદા જુદા કર્મના વિપાક (ફળ) માનવાથી તેનું વ્યત્યય (વિસંવાદ) છે, તે બતાવે છે. यदि शून्यस्तव पक्षो मत्पक्षनिवारकः कथं भवति अथ मन्यसे न शून्य स्तथापि मत्पक्ष एवासौ ॥९॥
જૈનાચાર્ય શૈધને કહે છે, હે મિત્ર! તારે શૂન્ય પક્ષ છે, તે મારા પક્ષનું નિવારણ કરનાર કેવી રીતે થાય? જે તું શૂન્ય ન માને તે પછી તારે માનેલે પક્ષ તે અમારેજ સિદ્ધ થયે, વિગેરે સમજવું, એ પ્રમાણે ઉપર બતાવેલ નીતિએ મિશ્રીભાવ માનતા નાસ્તિત્વ કહેવા છતાં અસ્તિત્વને જ માને છે, સ્વીકારે છે, તેમ સાંખ્ય મતવાળા પણ સર્વવ્યાપિ આત્મા માનતા હોવાથી અકિય આત્માને પ્રકૃતિના વિયેગથી મોક્ષના સદ્ભાવને માનતા તેઓ પણ આત્માના બંધમાક્ષને પિતાની વાચાવડે બતાવે છે, તેથી બંધમોક્ષને સદ્ભાવ માનવાથી પોતાના વચનવડે આત્માવડે આત્માને સક્રિય સ્વીકારી મિશ્રીભાવને માને છે, એ પ્રમાણે લકાયતિક (નાસ્તિક) સર્વથા અભાવને માની ક્રિયાના અભાવને માને છે, બધો ક્ષણિકપણું માનીને અક્રિય આત્મા જ માને છે, અને તે પ્રમાણે શિલ્યોને શીખવતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org