________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૭૯
કારણ કે સમ્યગદર્શન વિગેરે વિના એકલા વિનયવાળો બીજા ગુણોને ઉડાવવાથી તિરસ્કાર જ પામે છે (નવી વહુ સાસુને પગે લાગીને ઘરમાં કશું કામ ન કરે તો તિરસ્કારજ પામે છે, તેમ શિષ્ય ગુરૂને ફક્ત વાંદીને બેસી જાય, ગોચરી પાણી ન લાવે તો તે પણ તિરસ્કાર પામે) કારણ કે તેથી ઈચ્છિત અર્થે મોક્ષની પ્રાપ્તિ થતી નથી, તેથી તેમનું તે અજ્ઞાન આવરણથી ઢંકાયેલું કહીએ છીએ, પણ ઈચ્છિત અર્થ પ્રાપ્ત કરવાને વૈયિકો અગ્ય છે.
હવે અકિયાવાદી વિગેરેનું દર્શન (મંતવ્ય) કહે છે, લવ-કર્મ–તેનાથી અપશક્તિ-કર્મબંધથી ખસી જવાના આચારવાળા તે લવાશંકલેકાયતિક (નાસ્તિક) તથા બૌધ વિગેરે છે, કારણ કે તેઓ આત્મા જ માનતા નથી, તો ક્રિયા કે તેનાથી થતો કર્મબંધ કેમ સંભવે? તેમના કહેવા પ્રમાણે ઉપચાર માત્ર બંધ છે, તે કહે છે. बद्धा मुक्ताश्च कथ्यन्ते मुष्टिनन्थि कपोतकाः न चान्ये द्रव्यतः सन्ति, मुष्टिग्रन्थि कपोतकाः ॥२॥
બંધવાળા અને બંધથી મુકત તે મૂઠીમાં ખબુતરને દબાવેલ હોય તેવા છે, પણ રડા વિગેરે બંધનથી બાંધેલા જેમ ખબુતરે નથી, તેમ તે પણ નથી.
હવે બધો આ પ્રમાણે માને છે, કે ક્ષણિક ક્ષણમાત્ર રહેનારા સર્વે સંસ્કાર (ક્રિયા તથા અનુભવો) છે, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org