________________
૧૭૨
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
જ્ઞાન અતિશય (સમજવાની શક્તિ) જાણવા જોગ પદાર્થની તરફ જરૂર દેરવે છે. જેમ જેમ અજ્ઞાની કરતાં વૈયાકરણ કે ભણેલે વધારે સમજે, તેમ તેમ વિશેષ વિશેષ અભ્યાસથી (ધ્યાન વિગેરે કરવાથી જ્ઞાન વધતાં) સંપૂર્ણ જાણનાર સર્વજ્ઞ પણ થાય, તે સર્વજ્ઞ નજ થાય એવુ સર્વજ્ઞતાને બાધક પ્રમાણ કયાંય નથી, તે બતાવે છે.
કોઈ આપણું જેવો સામાન્ય દેખનારો પ્રત્યક્ષથી સર્વ જ્ઞને અભાવ સાધવાને શક્તિવાન નથી, કારણ કે તેનું જ્ઞાન થોડું હોવાથી ય જાણવાને શુન્ય જે છે, તમે કહેશે કે તે સર્વજ્ઞના જ્ઞાનને જાણવા શક્તિવાન છે, તેવું અશૂન્ય (પુરૂ)તેનું જ્ઞાન કહેશો તે તે પોતે સર્વજ્ઞ રૂપે થશે. પણ તે વાત તમે માનવાના નથી, તેમ પ્રત્યક્ષથી બીજે નંબરે અનુમાન પ્રમાણ છે તેનાથી પણ નિષેધ નહિ થાય કારણ કે તેનું અવ્યભિચારી (ખરેખ) લિંગ (ચન્હ મળશે નહિ (જે પ્રત્યક્ષ કંઈ નિષેધ થાય તો બીજે અનુમાનથી નિષેધ થાય તેવું બનવાનું નથી, તેમ ઉપમા પ્રમાણથી પણ સર્વને અભાવ સધાશે નહિ, કારણ કે તેવું સદશ બીજે કંઈ નિષેધ જે હોય તે થાય, પણ સર્વજ્ઞનો અભાવ સાધવામાં તેના જેવું બીજે કંઈ બન્યું હોય, કે તેથી તમે સર્વજ્ઞનો અભાવ સિદ્ધ કરી શકે, તેમ અથોપત્તિ પ્રમાણથી પણ સિદ્ધ નહિ થાય. કારણ તેમાં પ્રત્યક્ષ પ્રમાણ હોય તે જ બીજ પ્રમાણ પ્રમાણે સિદ્ધ થાય, એટલે પ્રત્યક્ષ વિગેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org