________________
૧૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. ક્રિયાવાદી અક્રિયાવાદી વિનયવાદી અજ્ઞાનવાદી એ ચારે સામાન્યથી બતાવી હવે તેમની ભૂલે બતાવવા પ્રથમ તેમનો મત સ્થાપે છે, તેમાં છેલ્લે અજ્ઞાનવાદી મત પ્રથમ લે છે, તે પશ્ચાનુપૂર્વી છે, (વ્યાખ્યાન કરતાં પહેલેથી પણ લેવાય તે પૂર્વનુપૂર્વી, છેલ્લેથી લેવાય તે પશ્ચાનુપૂવી, અને ગમેતેમ લઈને વર્ણવીએ, તે અનુપૂવી ન કહેવાય, ) અથવા તે અજ્ઞાનવાદીઓ બધાં તત્વોને ઉડાવે છે, માટે તે અત્યંત અસંબદ્ધ (વિપરીતભાષી) છે, તેથી પ્રથમ તેમ નેજ કહે છે, અજ્ઞાન જેમને છે. અથવા અજ્ઞાનવડે પિતાને નિર્વાહ કરે છે, તે અજ્ઞાની અથવા આજ્ઞાની (જ્ઞાન ઉઠાવનારા) છે, તે બતાવે છે, અજ્ઞાનીઓ કહે છે કે અમે કુશળ (ડાહ્યા) છીએ, એવું બોલવા છતાં અજ્ઞાનને જ પ્રધાન માનવાથી તેઓ અસંબદ્ધ (મિથ્યાવાદી) છે, તેઓ જ્ઞાનની કિંમત ન સમજવાથીજ ચિત્તમાં જે બ્રાંતિ થઈ હોય તે શંકાને દૂર ન કરી શકવાથી અજ્ઞાન જ શ્રેય છે એવું બોલે છે, તેઓ એમ કહે છે કે જેઓ જ્ઞાની છે, તે પરસ્પર વિરૂદ્ધ પક્ષ કરીને માંહોમાંહે લડીને સાચા તત્વના ગ્રાહક થતા નથી, જેમકે કેટલાક આત્માને સર્વ વ્યાપી માને છે ત્યારે બીજા સર્વવ્યાપી નથી માનતા, કેટલાક અંગુઠાના પર્વ (રેખા) માફક માને છે, કેટલાક શ્યામાક તંદુલ (સામા નામથી ઓળખાતા ઝીણા ચોખા) જેવડો માને છે, કેટલાક મૂર્ત માને છે, અને કેટલાક અમૂર્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org