________________
૧૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ભાગ્યને ભાસે પેાતાના ઉદ્યમ ન છેડવા કારણ કે કયા માણસ ઉદ્યમ વિના તલમાંથી તેલ કાઢવા ચેાગ્ય છે? उद्यमाच्चारु चित्रांगि! नरो भद्राणि पश्यति उद्यमात्कृमिकीटोपि भिनत्ति महतो द्रुमान् ||२||
કાઈ પુરૂષ પાતાની સુ ંદર સ્ત્રીને કહે છે, હે સુદર અંગવાળી ! માણસ ઉદ્યમ કરવાથી સુખાને દેખે છે, ઉદ્યમ વડે જ કૃમિના કીડા પણુ મેટાં ઝાડાને કાતરી ખાય છે.
આ પ્રમાણે કાળ વિગેરે બધાંને કારણપણે માનતા તથા આત્મા પુણ્ય પાપ પરલેાક વિગેરે ઇચ્છતા ક્રિયાવાદી હાય તે સભ્યષ્ટિષ્ટ કહેવાય, બીજા અક્રિયાવાદ અજ્ઞાનવાદ વૈનચિકવાદ મિથ્યાવાદ જાણવા, તે કહે છે, અક્રિયાવાદી અત્યન્ત નાસ્તિક પ્રત્યક્ષ દેખાતા જીવ અજીવ વિગેરે પદાર્થાન ન માનવાથી મિથ્યાદષ્ટિ થાય છે, અજ્ઞાનવાદી તેા તિ મતિ વિગેરેથી સમજાતા હાય ઉપાદેય દેખાડનાર જ્ઞાન પંચકને ઉડાવી અજ્ઞાન કલ્યાણકારક છે, એવું ખેલતા કેમ ઉન્મત્ત ન થાય?
અર્થાત્ તે ઉન્મત્ત છે, તે પ્રમાણે વિનયવાદી પણ એકલા વિનયને માને પણ જ્ઞાન ક્રિયા અને વડે સાધવા ચેાગ્ય મેાક્ષ હાવાથી એકલા વિનય માનનાર પણ નકામા છે, આ પ્રમાણે તે વિપરીત અર્થ કહેવાથી મિથ્યાવાદી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org