________________
vvvvvvvvvvvv
બારંમ્ શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૧ ઉ સ્વભાવથી, તેજ પ્રમાણે નિયતિ નિર્માણ ભવિતવ્યતા હણહાર હેતબ વિગેરે શબ્દો બેલાય છે, તે થયાં જ કરે છે, રાત પછી દહાડે અને દહાડા પછી રાત બાળપણ જુવાની બૂઢાપો વિગેરે) થાય છે, તે પણ કારણરૂપે છે, કારણ કે પદાથોને નિયતિ. નિયમસર કાર્ય કરાવે છે, તે જ કહેલ છે કે દરેક પદાર્થ નિયતિ બળના આશ્રયથી પ્રાપ્ત થવા ગ્ય છે, તેજ પ્રમાણે પૂર્વે કરેલું, તે શુભ અશુભ કૃત્યનું ફળ સારૂં માઠું થાય છે, તે પણ કારણરૂપે છે, તેજ કહ્યું છે કે यथा यथा पूर्व कृतस्य कर्मणः फलं निधानस्थमिहोपतिष्ठते, तथा तथा पूर्वकृतानुसारिणी, प्रदीपहस्तेव मतिःप्रवर्तते ॥१॥
જેમ જેમ પૂર્વે કરેલાં કૃત્યનું ફળ કમરૂપે જેમ નિધાન (ભંડાર) માં સ્થાપ્યું હોય તે પ્રમાણે પૂર્વ કૃત્યને અનુસારે હાથમાં દીવાની માફક મતિ ચાલે છે, બુદ્ધિકર્માસારિણું કહેવત પ્રમાણે છે.
તેજ પ્રમાણે પોતાના કર્મ પ્રમાણે મનુષ્ય જન્મ લે છે, તે જ પ્રમાણે તેનું કર્મ પોતે ન ઈચ્છે તેપણ તે ગતિમાં ખેંચી જાય છે, વિગેરે તે પ્રમાણે પુરૂષાકાર (આ ભવમાં કરેલે ઉદ્યમ) વિના કંઈપણ કાર્ય સિદ્ધ ન થાય,
न दैवमिति संचिन्त्य त्यजेदुधमात्मनः अनुग्रमेन कस्तैलं तिलेभ्यः प्राप्तुमर्हति ॥२॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org