________________
બારમું સમવસરણ અધ્યયન.
[૧૫૧ ઔદયાદક ભાવ (સ્વભાવ) છે, તે ભાવેનું એકત્ર થવું તે ભાવ સમવસરણ છે, તેમાં ઔદયિકના ૨૧ ભેદ છે, તે જીવને ચાર પ્રકારની ગતિ દેવ મનુષ્ય નરક તિર્યંચ છે, ચાર કષાય કાધ માન માયા લેભ છે, લિંગ (વેદ) ત્રણ છે, મિથ્યાત્વ અજ્ઞાન અસંયત (અવિરતિ) પણું અસિદ્ધત્વ એ પ્રત્યેક જુદા જુદા છે, લેસ્યા કૃષ્ણ વિગેરે છ છે, કુલ ૨૧ થયા, આપશમ બે ભેદ છે, સમ્યકત્વ તથા ચારિત્રમાં મેહને ઉપશમ હેય છે તે, શાપથમિક ભાવ ૧૮ પ્રકાર છે, જ્ઞાનમાં ચાર ભેદ મતિકૃત અવધિ મન પર્યવ (મનઃ પર્યાય) છે, અજ્ઞાનના ત્રણ ભેદ છે, મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગ જ્ઞાન છે, દર્શનમાં ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શન એ ત્રણ ભેદ થયા, લબ્ધિમાં લાભ દાન ભેગ ઉપગ અને વીર્ય એ પાંચ ભેદ છે, સમ્યકત્વ, ચારિત્ર, સંચમ અસંયમ (દેશ વિરતિ) ત્રણે જુદાજુદા છે, ક્ષાયિક ભાવના નવ ભેદ છે, ૧ કેવળજ્ઞાન, ૨ કેવળ દર્શન, ૩ દાન, ૪ લાભ, પ ભેગ, ૬ ઉપભેગ, ૭ વીર્ય, ૮ સમ્યકત્વ, ૯ અને ચારિત્ર છે, પરિણામિક ભાવના ત્રણ ભેદે છે, જીવત્વ ભવ્યત્વ અને અભવ્યત્વ છે, આ એક જીવને આશ્રયી આઠ કર્મમાં સાથે લઈએ તે સંનિપાતિક ભાવ કહેવાય, તેમાં બે સંગી ત્રણ સંગી, ચાર સગી અને પંચ સંગી ભેદ ચાય છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org