________________
અગીયારમું શ્રી માર્ગ અધ્યયન.
[૧૪૭
છે, તરવાનું સ્થાન છે, એ ભાવ માર્ગ સ્વીકારીને સાધુએ શું કરવું તે કહે છે. अह णं वयमावन्नं फासा उच्चावया फुसे । ण तेसु विणिहणणेज्जा वाएणव महागिरी॥३७॥
ભાવ માર્ગ સ્વીકાર્યા પછી સાધુને પરીષહ ઉપસર્ગોના નાનાં મોટાં કે જુદાં જુદાં દુખેના સ્પર્શી આવે તો તે ભાવ માર્ગ પામેલો સાધુ સંસારના સ્વભાવથી તથા કર્મની નિર્જરાથી જાણીને તેનાથી કંટાળે નહિ, અનુકુળ પ્રતિકુળથી ન કરે, તેમ જરાપણ સંયમ અનુષ્ઠાથી ચલાયમાન ન થાય, જેવી રીતે મોટા વાવાઝોડાથી મેરૂ પર્વત ચલાયમાન ન થાય, તેમ પિતે વૈર્ય ધારીને અભ્યાસ પાધને પરીષહ ઉપસર્ગો ને શાંતિથી સહે, કારણકે અભ્યાસથી મુશ્કેલ કાર્ય પણ સહેલ થાય, તેના ઉપર કથા કહે છે, એક ગોવાળીઓ તરતને જન્મેલો વાછરડો ઉંચકીને દૂર મુકે, એમ અભ્યાસ થવાથી બે ત્રણ વરસને વાછરડે પણ ઉંચકી શકતે, એ પ્રમાણે સાધુ પણ અભ્યાસથી પરીષહ ઉપસર્ગોને સહી શકે છે. संबुडे से महापन्ने धीरे दत्तेसणं चरे । निव्वुडे कालमाकंखी, एवं वे वलिगं मयं ।३८|
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org