________________
અગીયારમું માગ શ્રી અધ્યયન.
[૧૧૯
माणुस्स खेत्तजाई कुल रुवा रोग माउअं बुद्धी। सवणोग्गह सद्धा संजमो य लोयंभि दुल्लहाई ॥१॥
મનુષ્ય જન્મ આર્યક્ષેત્ર ઉત્તમ જાતિ કુલરૂપ આરેગ્ય આયુબુદ્ધિ સાંભળવાની જોગવાઈ તેના ઉપર શ્રદ્ધા નિર્મળ ચારિત્ર આ બધી વસ્તુ સામટી મળવી દુર્લભ છે.
વળી જંબુસ્વામી પૂછે છે. तं मग्गं णुत्तरं सुद्धं सव्वदुक्ख विमोक्खणं । जाणासि णं जहा भिक्खूतं णोहि महामुणी ॥२॥
જે માર્ગ સવ (જીવ) ના હિત માટે સર્વજ્ઞ કેવળી પ્રભુએ કહ્યો, તે સંપૂર્ણ નિશ્ચયથી વક્રતા રહિત છે, તે માર્ગથી બીજે ઉત્તર શ્રેષ્ઠ માર્ગ નથી માટે અનુત્તર છે, વળી તે શુદ્ધ-અવદાત નિર્દોષ (સા) પહેલાં કે પછવાડે જેનું ખંડન ન થાય તે પાપના અનુષ્ઠાનથી રહિત છે, તથા બહુ (ઘણુ) ભવમાં એકઠાં કરેલ દુઃખનાં કારણે તે દુઃખ દેનારાં કર્મોને મુકાવનાર તેવા પ્રધાન માર્ગને છે. ભિક્ષો (ગુર) મહામુનિ ! જેમ આપ જાણો છો તેમ કહો. (જબુ સ્વામી પૂછે છે કે તે અનુત્તર શુદ્ધ સર્વ દુઃખ. મુકાવનાર માગને જે કેવળી પ્રભુએ કહ્યો છે, તે તમે જાણતા હો તે પ્રમાણે કહે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org