________________
પરગામવાસીઓએ ભરાવેલાં બિંબ. ૪૫ સં. ૧૬૧૭ વર્ષે પોશ વદિ ૧ ગુરૂ બોરસદના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના જયવંતે શ્રી પદ્મપ્રભ બિબ કરાવ્યું. પ્રતિષ્ઠા હીરવિજય સૂરિએ કરાવી. (એ. લે. ૬૯ ) .
* ૪૬ " સં. ૧૫૧૭ વરસે માઘ શુદિ ૧૦ સેમે બેરસદના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના ઠા. મણારસી ભાર્યા સાણીસુતામનીએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું અને પ્રરતનસિંહસૂરિએ કરાવી. (એ. લે. ૮૫ર) - ૪૭ સંવત ૧૬૧૭ વરસે પિશ વદિ ૧ ગુરૂ દિને બેરસિદ્ધિના રહેનાર રાજેલદેએ શ્રી શીતલનાથ બિંબ કરાવ્યું અને શ્રી હીરવિજયસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. (એ. લે. ૮૬૯)
' ૪૮ સં. ૧૫૪૯ વરસે આષાઢ સુદિ ર શનૌ બોરસદના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના ઠ. સિંહાએ શ્રી પાર્શ્વનાથ બિબ કરાવ્યું. પ્રતિષ્ઠા શ્રી ઉદયસાગરસૂરિએ કરાવી. (એ. લે. ૧૦૨૯),
૪૯ સં. ૧૫૪૯ વરસે અ. સુ. ૨ શન. બારસદના રહેનાર શ્રીશ્રીમાલ સા. ના કાણું...શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવ્યું. અને પૂર્ણિમા પક્ષના શ્રી ગુણરત્નસૂરિએ પ્ર. કરાવી. (એ. લે. ૧૧૦૯)
૫. સં.૧૫૮૩ વરસે જેઠ સુદ ૧૩ સેમે બેરસદના રહેનાર શ્રી શ્રીમાળી જ્ઞાતિના હાથીયાએ શ્રી આદિનાથ બિંબ કરાવ્યું (એ.લે. ૧૧૫) ૨૮ દ્વીપબંદર ! ' - ૫૧ સં. ૧૬૮૧ વરસે આષાઢ સુદી ૭ રવિ દ્વીપબંદરના રહેનાર ઉપકેશ જ્ઞાતિના શાહ તેજપાલે શ્રી જિનપ્રતિમા કરાવી. (એ.લે. ૧૧૦૮) ૨૯ ભરૂચ. -
પર સં. ૧દરર વરસે માહ વદિ ૨ બુધે ભૃગુકચ્છના રહેનાર પિરવાડ જ્ઞાતિના દે. લાલાસુત ભા. બા. વલ્કીસુત દે. કાકાએ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પ્રતિષ્ઠા કરાવી અને શ્રી અનંતનાથ બિબ કરાવ્યું (એ. લે. ૩૩૩) :
ખંભાત તીર્થભૂમિ હોવાથી તથા વેપાર રેજગારથી સમૃદ્ધ હોવાથી અનેક ગૃહસ્થને ખંભાત આવવું પડતું અને આવી પવિત્ર પુણ્યભૂમિમાં પોતાના દ્રવ્યનો સદુપયોગ કરે એ સ્વાભાવિક છે. જેથી ગુજરાત-બૃહદ્ ગુજરાતના ઘણા ધનાઢયાએ પોતાનું દ્રવ્ય ખંભાતમાં ધર્મમાગે ખરચી જીવનને કૃતકૃત્ય કરેલું જણાય છે. તેમ વર્તમાન કાળમાં પણ ઘણા પરગામવાસીઓ જિનાલય બંધાવવામાં તથા બીજા ધર્મના કાર્યમાં સારી મદદ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org