SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સ્તંભન પાર્શ્વનાથને ઇતિહાસ. ૧૧ શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા કર્યાંથી પ્રાપ્ત થશે ? વાસુકી નાગે (નીચે પ્રમાણેની કાંતિપુર નગરમાં પ્રતિમા છે ત્યાં સુધીની હકીકત કહી ) કાંતિપુર નગરમાં એ પ્રતિમાં છે એમ જણાળ્યુ. ૨‘અસલ દ્વારકામાં સમુદ્રવિજય નામના રાજાએ શ્રી નેમિનાથ તિર્થંકરના મુખથી મહા પ્રતાપશાળી શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમાનું વર્ણન સાંભળી પાતાના કરાવેલા અનુપમ રત્નજડિત પ્રાસાદમાં તે સ્થાપન કરેલી હતી. તે દ્વારકા જળમય થવાથી સમુદ્રમાં તે પ્રતિમા બુડેલી હતી. કાળાન્તરે એવા બનાવ અન્યા કે કાન્તિપુરમાં રહેનાર ધનપતિ નામના એક શેઠનું વહાણ વ્યાપારાથે સમુદ્ર માર્ગે આવતાં તે સ્થળ આગળ અટકી પડયું. વર્ષા ઋતુની શરૂઆત હાવાથી પળે પળે વિજછીના થતા ચમકારા, વાદળામાં થતી મેઘ ગર્જના, જોરથી પવનનુ કુંકાવું, તથા સમુદ્રમાં પ્રચંડ મેાજાનુ ઉછળવું અને આવા ભયંકર સમયે અંધકારમાં વહાણુનું સમુદ્રમાં અટકી જવું વગેરે અકથ્ય ભયભીત અનાવાથી ધનપતિ શેઠ દિગ્મુઢ જેવા અની ગયા. પણ દેવકૃપાએ પાછા શુદ્ધિમાં આવી વહાણુ અટકી પડવાના કારણની શેાધ કરાવવા લાગ્યા. અંતે મહાકપ્ટે માલમ પડયું કે જળમયે શ્રી પાર્શ્વનાથજી મહારાજની પ્રતિમા છે. પણ દેવતાની ઇચ્છા જાણ્યા વગર સ્થાન ભ્રષ્ટ કરવાથી સુખના જીવ દુ:ખમાં આવી પડે છે. તેથી શેઠે સ્થાન ભ્રષ્ટ કરવામાં શ્રી પાર્શ્વનાથજીની પ્રસન્નતા જાણવાને માટે મનમાં વિચાર કર્યો કે સુતરના તારથી જો મૂર્તિ ઉચકાઇ બહાર આવે તે સ્થાન ભ્રષ્ટ કરવામાં એમની ઇચ્છા છે એમ સમજવુ આ વિચારની મન ઉપર અસર થવાથી તેજ વખતે અ ંત:કરણ પૂર્વક સ્તુતિ કરી. સુતરના સાત તાંતણા એકઠા ૧ ત્યારે તેણે કહ્યું કે આ સ્થળે ત્રણ પ્રતિમાઓ રહેલી છે. તે કઢાવીને તું લઇ જા. નેશે તે પ્રતિમાઓ કઢાવી અને સાથે લીધી. તેમાંની એક ચારૂપ ગામમાં, બીજી પાટણમાં આમલીના ઝાંડ નીચે અષ્ટિ નેમિના મંદિરમાં અને ત્રીજી સેઢી નદીના કાંઠે આવેલા સ્તંભનક ગામમાં એમ ત્રણ સ્થળે પધરાવી (પ્રા. જે. લે. સં. ભા. ૨ જે પૃ. ૧૨૨) ૨ પ્રબંધ ચિંતામણિમાંથી. ૩ ‘પ્રભાવક ચરિત્ર’ ના અભયદેવસૂરિ પ્રબંધમાં (૧૭૮૧૪૨ ) વર્ણન છે કે ધનનાં વહાણુ સમુદ્રમાં અટકયાં ત્યારે શ્રાવકે દેવતાની સ્તુતિ કરી. ' Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy