________________
૧૦
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ,
પ્રકારની મંત્ર વિદ્યામાં કુશળ હતા; એટલું જ નહિ પણ તેમનામાં એવી શક્તિ હતી કે સ્વપગે કેટલાક પ્રકારની ઔષધિઓનું લેપન કરીને તેના બળથી આકાશ માગે ગમન કરી અષ્ટાપદ વગેરે તીર્થોનાં હંમેશાં દર્શન કરી આવતા હતા. આ પ્રકારની તેમની કીર્તિ સાંભળીને નાગાર્જુન નામે મહાગી તે વિદ્યા શિખવા તેમના શિષ્ય થયા. આકાશગમન વિદ્યા શિખવાના દઢ નિશ્ચયને વળગી રહી એક દિવસ લાગ જોઈને અષ્ટાપદ વગેરે તીર્થોનાં દર્શન કરીને પાછા સ્વસ્થાનમાં આવેલા પાદલિપ્તાચાર્યના પાદપ્રક્ષાલન માટે ઘણા શિષ્યો છતાં નાગ
ન પ્રથમ ગુરુ સમક્ષ આવી ઉભા અને ઝટપટ ગુરુના પગ ધોઈ ચરણેદિક પરઠવતી વખત લાગ જોઈ ગુરુની નજર ચૂકવી એકાન્તમાં જઈ તે ચરણોદકનો સ્વાદ તથા વાસ લઈ જે. પછી સ્વબુદ્ધિથી આ લેપમાં સમાયેલી એકને સાત પ્રકારની ઔષધિઓ શોધી કહાડી. પછી તેનો લેપ કરી પિતાને પગે પડીને ગુરુની માફક ઉડવાને આરંભ કર્યો, ગુરુગમ્ય રહસ્ય મળ્યા વગર નાગાર્જુન સહેજસાજ ઉડ્યા તો ખરા, પણ પાછા પૃથ્વી પર પડ્યા. પાછા પોતે ટટાર થઈ કુકડા માફક ઉડાઉડ કરવા માંડયું પણ આકાશમાં જવાયજ શાનું ? ફરી પાછી ઔષધિઓનું શેધન કરી લેપ ચેપડી ઉડયા પણ ઉંચે જવાયું નહિ અને કંટકવાળી જગામાં પડ્યા જેથી ઘણું ઉઝરડા આવી લેહી નીકળ્યું. પાદલિતાચાર્યને ખબર પડતાં તે આવ્યા, અને નાગાર્જુનની આવી સ્થિતિ કેમ થઈ તે હકીક્ત પૂછી. નાગાર્જુને શરમિદા મુખે પોતાની સઘળી હકીક્ત કહી. કેટલાક સમય ગયા બાદ એક દિવસ પાદલિપ્તાચાર્ય આનંદમાં બેઠા હતા ત્યારે તેણે પ્રસન્ન વદન કરી ગુરુ પાસે જઈ પૂછયું કે “મહારાજ કેટીવેધી રસસિદ્ધિ થવાને ઉપાય કૃપા કરીને મને કહે.” શિષ્યને અભિલાષ જાણી ગુરુએ કહ્યું કે હે “નાગાર્જુન! મારી મરજી વિરૂદ્ધ તારે અતિ આગ્રહ છે તે જોઈ એ વિદ્યા વિષે તને કહેવાની મને ફરજ પડે છે. માટે સાંભળ મહા પ્રતાપશાળી શ્રી પાર્શ્વનાથ મહારાજની દષ્ટિ સમીપ સર્વે સુલક્ષણ સહિત મહાસતિ પદ્મિની સ્ત્રી, દિવ્ય ઔષધિના રસથી શુદ્ધ કરેલા પારાનું ખલમાં મર્દન કરે છે તેથી કેટીધી રસ ઉત્પન્ન થાય. આ વચન સાંભળી નાગાર્જુન પૂર્વે કહેલી વસ્તુઓ મેળવવાના પ્રય-નમાં સાવધ થયો, નાગાર્જુને પ્રથમ પોતાના વાસુકી નાગ નામના પિતાની આરાધના કરી. તેમને પૂછ્યું કે હે પિતાજી! મહા પ્રતાપશાળી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org