________________
શ્રી સ્તંભન પાર્શ્વનાથના ઇતિહાસ.
૨ શ્રી રતંભન પાર્શ્વનાથના ઇતિહાસ. નગર ત્રંબાવતી જેણિ બહુ ધનવતી જયતિ જિહાં થાપણા પાસ નાહા.”
፡፡
(જિન પુણ્ય પ્ર. રાસ સ. ૧૯૪૩)
ખંભાત શહેરમાં અનેક જિન દેવાલયેા છે. તેમાં કેટલાક દેવાલયે લાંચરાવાળાં છે. જે જે પ્રતિમાઓ ભોંયરામાં છે તે ઘણી ભવ્ય મનેહર છે. પ્રતિમાજીનાં દર્શન કરતાં તરતજ ધાર્મિક ભાવનાએ આપોઆપ પ્રગટ થાય છે; એટલુંજ નહિ પણ આવી વિશાળ પ્રતિમાએ જોતાં માણસ ક્ષણભર થંભી જાય છે. ભોંયરાએ સિવાયનાં જે જે દહેરાં છે તે પણ બહુ વિશાળ અને સુરમ્ય છે. ખારવાડામાં સંવત ૧૯૮૪ ની સાલમાં જે પ્રતિમાની નૂતન ભવ્ય ચૈત્યમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તે સ્તંભન પાર્શ્વનાથના પ્રાચીન ઇતિહાસ ઘણા જૈન ગ્રંથામાં આપવામાં આવ્યા છે તથા ઘણા જૈન કવિઓએ તેમની સ્તુતિ ગાઇ છે.
શ્રી સ્તંભન પાર્શ્વનાથની નિલમની પ્રતિમા ઘણી પ્રાચીન છે. તેને ભરાવ્યાં ઘણાં વર્ષો થઇ ગયાં છે. ગત ચેવીસના સેલમા પરમાત્મા પ્રભુ નેમિનાથના શાસનમાં ૨૨૨૨ વર્ષના કાળક્ષેપ થયા બાદ આષાઢી નામના ધર્મવીરે આત્મકલ્યાણ માટે આ દિવ્ય પ્રતિમાં ભરાવ્યાં હતાં. પોતે તે પ્રતિમાની હુમેશાં ભક્તિભાવથી આરાધના કરતા જેથી તે ઘણા સમૃદ્ધિવાન થયા.
સિદ્ધ નાગાર્જુન અને પાર્શ્વનાથ.
વિક્રમની પહેલી સદીમાં અને પૈઠણના રાજા શલિવાહનના વખતમાં પાદલિપ્તાચાર્ય રનામે મહાન આચાર્ય હતા. તે અનેક ૧ તી ક૯૫માં ૫૪ મે, કલ્પ, ઉપદેશ સઋતિકામાં શ્રી સ્તંભતીર્થ પ્રબંધ પૃ ૧૧૩ સ. ૧૭૬૧ માં વઢવાણમાં મેરૂતુંગાચાર્યે રચેલા પ્રબંધ ચિંતામણિમાં શ્રી સ્તંભનક તીર્થ પ્રબંધ પૃ ૩૧૫, સંવત ૧૬૫૧ માં કુશળલાભે શ્રી સ્તંભનક પાર્શ્વનાથ' સ્તવન રચ્યું તે આ, કા. મ. મૌ. છ પૃ. ૧૯૧ માં પ્રસિદ્ધ વગેરે.
૨ પાદલિપ્તાચાર્યની ઉત્પત્તિ વિષે પ્રબંધ ચિંતામણિ' માં શાલિવાહન પ્રબંધમાં અંતર્યંત પૃ૪૫ માં આપ્યા છે. તથા પ્રભાવક ચરિત્રમાં છે. વળી વધુ જાણવા માટે ‘જૈનયુગ' માસિક પુ ૩૬૯ માં આવેલ પાદલિપ્તસૂરિષ્કૃત નિર્વાણ કાલિકા ”
*
Jain Educationa International
For Personal and Private Use Only
૩ જી. અંક ૧૦ પૃ. ના લેખ જુએ
www.jainelibrary.org