SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ એક વરસ સુધી કઈ પણ વ્યક્તિ જલચરાદિ જીવ હણુ શકે નહીં એવું પણ ફર્માન કાઢયું ન્યાયવિજયજી કર્મચંદ્રના કહેવાથી અકબરે જિનચંદ્રસૂરિને બોલાવ્યા એમ લખે છે તેમનું કથન અનુચિત છે. અકબરે આચાર્યદેવને “શું વાર” પદ આપી સન્માન્યા હતા, તથા તમામ જૈન તીર્થો મંત્રિ કર્મચંદ્રને સુપ્રત કર્યા. - આચાર્ય ભગવાને ૧૬૫૫, ૫૮, ૬૬ ના ચેમાસાં પણ ખંભાત માં કર્યા હતાં તે કાળે જૈન સાહિત્ય ની વૃદ્ધિ થઈ હતી. ઉક્ત આચાર્ય શ્રી બધા મળીને ૭ ચાતુર્માસે કરી ખંભાતની પ્રજાને પ્રતિબંધ આપે, આ આચાર્યો ફક્ત અકબર ને પ્રતિબોધ આપે એટલું જ નહિ પણ તેઓ એ “કર્મસ્ત વૃત્તિ” નિર્માણ કરી પોતાને શુભ હસ્તે લખી તે આજ સુધી બાબું પૂરણચંદ નાહાર M. A. B. L. (કલક્તા) ના સંગ્રહ માં વિદ્યમાન છે. ' આચાર્ય જિનચંદ્રસૂરિ ના ૩૬ ગીતે સમયસુંદરજી એ ભિન્ન ભિન્ન રાગ-રાગિણ માં નિર્માણ કરી પિતાને હાથેજ ખંભાત માં લખ્યાં છે તેની પુપિકા નીચે પ્રમાણે છે. इति श्रीयुगप्रधान जिनचन्दसूरिणां रागमाला सम्पूर्ण कृता च० समयसुंदरगणिना लिखिता १६५२ वर्षे कार्तिक शुदि ४ दिने श्री स्तंभतीर्थ नगरे।" સંવત ૧૭૬૫ માં ખરતર ગએશના આદેશ થી વાચનાચાર્ય શ્રી સુખસાગરજી સ્તંભતીર્થની યાત્રાએ આવ્યા અને ૧૭૨૫ નાં ચાતુર્માસાન્તર જ્ઞાન બલાત્ સ્વ આયુષ્ય અલ્પ જાણુને અનશન કરીને માગશર વદ ૧૪ ને સેમવારે સ્વર્ગે સિધાવ્યા, તે સમયે તેઓ ધ્યાન પૂર્વક “ઉત્તરા શ્ચિયન” સૂત્રનું શ્રવણ કરતા હતા તથા શ્રાવક ગણ પણ તેમની સન્મુખ ઉપસ્થિત હતો, સ્વર્ગવાસ બાદ તેમના પાદુકા પણ ત્યાં બેસાડવામાં આવ્યા હતા. અત્યારે છે કે કેમ એ જાણવામાં નથી. સ્નાત્ર પૂજા” ના ર્તા શ્રીમદ્દ દેવચંદજી ખંભાત માં પણ ૧૭૭૯ સંવતમાં પધાર્યા હતા અને ચાતુર્માસ રહ્યા, ત્યાર બાદ ખરતર૦ જિનશિવચંદ્રસૂરિ એ પણ (૧૧૭૮ ની આસપાસ) ખંભાત ચાતુર્માસ કર્યું તેની વર્ણન આ પ્રમાણે છે– Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy