________________
૧૪૮
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. માણેકચંદ લક્ષ્મીચંદ હતા. તે સમયે હાલના જેવી કાયદેસરની બંધારણવાળી કોરટ ન હતી. ત્યારે દિવાની કામની. અદાલતમાં ભારે ગુંચવાયેલા મુકરદમાના ફેંસલા કરવા માટે એક પંચ નીમવામાં આવતું હતું. તે પંચના અગ્રેસરમાં નગર શેઠ અગ્રપદ ભગવતા અને તેઓ ફેસલા આપતા. વળી તે પ્રાથમિક શાળાઓની કમિટીના મેમ્બર હતા.
શહેરના પ્રસિદ્ધ સ્થળ માણેકચોક આગળ નગરશેઠનું તથા તેમના કુટુંબનાં ઘર આવેલાં છે. અને ત્યાંથી થોડે દૂર પશુઓનું મહાજન આવેલું છે. તેમાં ખેડાં ઢેર રાખવામાં આવતાં હતાં હાલ તે સ્થળ બદલીને મીઠા પાટના પરામાં લાવવામાં આવ્યું છે જે નવા મહાજનને નામે : પ્રખ્યાત છે. આ પાંજરાપોળની દેખરેખ રાખવાનું કામ શેઠ માણેકચંદ કરતા હતા. તેઓએ ઘણા વર્ષ કામ કર્યા પછી શ્રીમાળી મેશ્રીવાણીયા શેઠ મગનલાલ દુર્લભદાસને સેંપવામાં આવ્યું હતું.
શેઠ માણેકચંદ ઘણા સારા પ્રતિષ્ઠિત, માન મરતબાવાળા, ધર્મ પ્રેમી અને સારા વેપારી હતા તેમના સ્વર્ગવાસ પછી શેઠ વેણીભાઈ દીપચંદ એ હદ્દો ભેગવતા હતા. અને તેમના સ્વર્ગવાસ પછી શેઠ ચંદુલાલ બાપુલાલ એ પદને શોભાવે છે.
૧૮–મહોત્સવ. આચાર્યશ્રીને નિમંત્રણ
શ્રી વિજયદેવસૂરિ પર ખંભાતના સંઘ તરફથી લખેલો કાગળ (વિનંતિ પત્ર.)
સ્વસ્તિ શ્રી પ્રણમું સદા રે પાસ જિણેસર પાય, લેખ લિખું ગુરૂરાયનિ પામી તુમ્હ પસાય
' ' સુગુરૂછ પધારે છે–૧ પંભનયરને આજ ભાગ વધારે રે વિનતી એ મહારાજ,
કે મનિ અવધારે રે-સુ પંભનયરથી વીનવઈ રે સંઘ ધરી મનિરંગ; ષેમકુશલ વર્તાઈ ઈહો તુમ નામઈ ઉછરંગસુત્ર ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org