SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના વર્ણન ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્વનાં છે, તેમાં જણાવ્યું છે કે પૂર્વેના કાળમાં ખંભાતમાં શી શી ચીજોનો પાક હતે. અને શી શી ચીજે ઈતર દેશમાં વખણાતો તેને આછો પરિચય ઉપરના વર્ણન પરથી થાય છે, સાથે સાથે એટલું પણ જણાઈ આવે છે કે, પૂર્વેના કાળમાં બહારથી ખંભાતમાં વટેમાર્ગુઓ યાત્રા કરવા આવતા હતા, ઉપરનું વર્ણન મને M. O. Kokil મહાશયે પૂરું પાડ્યું છે. જૈન વાડમય માં ખંભાતને “સ્તંભતીર્થ” તરિકે વર્ણવેલ છે, પરંતુ સ્તંભતીર્થ એ નામ સં. ૧૧૬૩ પહેલા મળતું નથી. આ સિવાય પણ ખંભાતના અનેક અભિધાને છે તેની ચર્ચા માટે જુઓ પૃ. ૧૮ ખંભાત તથા તેની પાસેના બારગામ ચૌલુકય-સોલંકી મૂળરાજે બ્રાહ્મણોને દાનમાં આપ્યાં હતાં. એ ઉલ્લેખ ફાર્બસ રાસમાળામાં મળે છે (. ૧ ૯૧) “સિદ્ધ નાગાર્જુન અને પાર્શ્વનાથ સ્તંભન પાર્શ્વનાથ અને નાગાર્જુનને ઘણાજ ધનિષ્ટ સંબંધ હતો, તેણે આ દિવ્ય પ્રતિમાના પ્રભાવથી, કે ટીવેધી રસ સિદ્ધ કર્યો હતું, પણ કમનસિબે તે તેને ઉપયોગ કરી શક્યા નહિ અને તેમને વધ સાતવાહનના બે પુત્રએ દર્ભાકુર વડે કર્યો, રસના કુપ્પાઓ નાગંજીને ઢક પર્વતની ગુફામાં રાખ્યા હતા, તત્પશ્ચાત્ ઉક્ત રસના કુપ્પાઓનું રક્ષણ દેવતાઓએ કર્યું હતું, અને તે બન્ને રાજકુમારે નરકના કાદવમાં પડયા. તે બન્નેને રસને લાભ પણ ન થયે અને પિતાને મહા ભૂલ ક્ષત્રિય ધર્મ પણ સાચવી શક્યા નહીં, તે પરલોક જતાં જતાં પશ્ચાતાપથી બળતા બળતા આ પ્રમાણે બેલ્યા કે “જેણે . ખાટિકા સિદ્ધિ બળે દશાર્હમંડપાદિ કીર્તિને રૈવત (ગિરનાર) નજદીકમાં કર્યા તેમજ જેણે લોકપકારાર્થે રસ સાધ્યો એવા મહા- . ૧ આ પર્વત શત્રુંજયના એક શિખર રૂ૫ જિન પ્રભસૂરિ કહે છે, શત્રુંજયના ૧૦૮ નામમાં ઢંકગિરી નામ પણ આવે છે, તથા ખરતરગચ્છશ જિનવલભસૂરિની બનાવેલી પિવિશુદ્ધિ” પ્રકરણ વૃત્તિ “પ્રબંધકેશ” વિગેરે ગ્રન્થમાં ઢંક ગિરિનો ઉલ્લેખ મળે છે ટુંક ગિરીને કેટલાક “ટંકારા” માનવા પ્રેરાયા છે. પુરાતન સમયમાં આ મોટું સુંદર ત્યર્થ હતું પણ અત્યારે વિચ્છેદ છે, ત્યાંના શિલ્પકળા વાળા પાષાણ સડક બંધાવાના કાર્યમાં વપરાય છે, એ બહૂજ ખેદનો વિષય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy