SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થંભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજને. ૧૦૧ રત્નપાલે એક વખત બહુ વિનયપૂર્વક સૂરિજીને કહ્યું કે “મહારાજ જે આ પુત્ર સાજો થઈ જશે ને તેની મરજી હશે તે હું આપને વહેરાવીશ.” આચાર્યશ્રી થોડા સમય ત્યાં રહ્યા બાદ વિદાય થયા. રામજીની તબીયત સુધરતી ગઈ અને તદન સારો થઈ ગયો. છેક આઠેક વર્ષને થયે ત્યારે આચાર્યશ્રી ફરતા ફરતા પુન: ખંભાત આવ્યા. અને તેમણે રામજીની ખબર પૂછી. પૂર્વના આદેશ પ્રમાણે તેમણે રામજીની માગણી કરી. આચાર્યશ્રીની માંગણી સાંભળી રત્નપાલ દેસી તથા તેનું આખું કુટુંબ તેમની સાથે કલેશ કરવા લાગ્યું. આથી સૂરિએ મૌન ધારણ કરી ઉપરોક્ત બાબત છોડી દીધી. રામજીને અજા નામની એક બહેન હતી. તેના સસરાનું નામ હરદાસ હતું. હરદાસે પોતાની પુત્રવધુની પ્રેરણાથી આ વખતે ખંભાતનું અધિપત્ય ભોગવનાર નવાબ શિતાબખાનની પાસે જઈ કહ્યું કે આઠ વર્ષના બાળકને હીરવિજયસૂરિ સાધુ બનાવી દેવા ચાહે છે. માટે તેમને અટકાવવા જોઈએ. તેની હકીક્ત ધ્યાનમાં લઈ સૂરિજીને પકડવા માટે વિરંટ કાઢવામાં આવ્યું. જ્યારે કલેશની બહુ વૃદ્ધિ થઈ ત્યારે સૂરિજી સમય વિચારી વિદાય થઈ ગયા. આ બનાવ સંવત ૧૬૨૨ થી ૧૬૩૦ ની વચમાં બન્યો છે. કેટલાક સમય વિત્યા બાદ જ્યારે અચાર્યશ્રી ફરી ખંભાત પધાર્યા ત્યારે તેમના ઉપદેશથી ઘણા માણસોએ ત્યાગ ધારણ કર્યો અને તેજ અવસરે રામજીએ પણ આ જગતની મેહજાળને છોડી આચાર્યશ્રી પાસે દીક્ષા લીધી. સંઘવી ઉદયકરણ. ઓશવાલ જ્ઞાતિને પ્રસિદ્ધ જૈન સં. ૧૯૩૮ માં શ્રી હીરવિજયસૂરિને પરમભક્ત હતા. તેણે આબુ તથા ચિતડ વગેરેની જાત્રા માટે માટે સંઘ કાર્યો હતો તેથી તેને સંઘવી કહે છે, એમાં એણે વીસ હજાર રૂપીઆ ખરચ્યા હતા. ૧ શિતાબખાનનું ખરૂં નામ સૈયદ ઈસહીક છે. આના સંબંધમાં વિશેષ માહિતી મેળવવા ઇચ્છનારે “અકબરનામા” પ્રથમ ભાગના બેવરિજના અંગ્રેજી અનુવાદના પે. ૩૧૯ માં જેવું. ૨ સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy