________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ૧૨–ધર્મિષ્ઠ મહાજન. (સત્તરમો સૈકે.)
પુન્યવંત નર તિહાં વસઈ, પાલઈ નિજ આચાર” જિન મંદિર નિત રયડાં, પૂજ રચઈ નર નારિ
અગડદત્તરાસ. સત્તરમાં સૈકામાં ખંભાતમાં કવિ કાષભદાસ થઈ ગયા. તેઓએ પોતાના જમાનામાં ખંભાતના ધારી શ્રાવકનાં નામ પિતાના રસમાં ગણાવ્યાં છે. તેઓએ “મલ્લીનાથ રાસ” વિ. સં. ૧૬૮૫ માં પિષ શુદી ૧૩ ને રવિવારે રચે છે તેમાં તે નીચે પ્રમાણે જણાવે છે. “પારિષ વજી નિ રાજીઓ, જસ મહિમા જગડાં ગાજીઓ, આઉટ લાગ રૂપક પૂણ્ય ઠામિ, અમારિ પળાવી ગામેગામી. ૨૮૨ ઓસવંસિ સોની તેજપાલ, શેત્રુજ-ગીર ઉધાર વિસાલ, લ્યાહારી દેય લાષ ષચેહ, ત્રાંબાવતીનો વાસી તેહ. ૨૮૩
મકરણ સંઘવી ઉદઈકરણ, અધલષ્ય રૂપક તે પુણ્ય કરણ, ઉસવસિ રાજા શ્રીમલ, અધલષ્ય રૂપકિ પરચઈ ભલ. ૨૮૪ ઠકર જઈરાજ અર્તિ જસવીર, અધલષ્ય રૂ૫ક પરચઈ ધીર, ઠક્કર કીકા વાઘા જેહ, અધલષ્ય રૂપક પરચઈ તેહ.” ૨૮૫
વળી હીરવિજયસૂરિ રાસમાં પૃ. ૨૦૬ નીચે પ્રમાણે જણાવે છે. ચૈત્રી પુનમ દિન કહેવાય, શાહ શ્રીમલ શેત્રુજે જાય; સંઘવી ઉદયકરણ તેજપાલ, ઉકર લાઈ બુદ્ધિ વિશાલ. ૧૨ ઠાકર કાકા કાલા જોય, શાહ મનજી સંઘમાંહિ હોય; સોની કલે નિ પાસવીર, શાહ સંઘા સેમાં નર ધીર. ૧૩ ગાંધી કુંઅરજી બાડુઆ, સાહ તેલે સંઘમાંહિ હવા,
હરે વરજાંગ નિ શ્રીપાલ બેહુ પુરુષનિ બુદ્ધિ વિશાલ. ૧૪ સાહ શ્રીમદ્ધ સંઘવીજ અનંગ ચાલે જિણ રાણુ નિ સંગ, વસ્તુપાલ વિકમની પરે, શેત્રુજે આવ્યા બહુ રંગ ધરે.” ૧૫ રત્નપાલ દાસી.
મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ ફરતા ફરતા એક વક્ત ખંભાતમાં પધાર્યા. અહીં રત્નપાલ નામનો એક શ્રીમાન રહેતો હતે. તેને ઠંકા નામની સ્ત્રી હતી. તેનાથી તેને રામજી નામનો પુત્ર થયો હતો. સુરિજી પધાર્યા તે વખતે રામજી રેગથી ઘણે પીડાતો હતે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org