________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ.
તેની સ્ત્રીનું નામ અમરાદે અને તેના પુત્રનું નામ દેવકરણ હતું. સંવત ૧૬૩૮ ના મહા શુદ્ઘિ ૧૩ સેામવારે શ્રી હીરવિજયસૂરિ ખંભાત પધાર્યા ત્યારે તેમના હાથે શ્રી સંભવનાથની પ્રતિષ્ઠા કરાવી ઘણા દ્રવ્યના વ્યય કર્યો હતા. વળી સૂરિજીના સ. ૧૯૫૨ માં સ્વર્ગવાસ થયા પછી ખીજે વર્ષે શેત્રુંજય ઉપર તેમનાં પગલાંની સ્થાપના કરી હતી. આ પગલાં હજી પણ ઋષભદેવ ભગવાનના મંદિરની પશ્ચિમે નાના મંદિરમાં વિદ્યમાન છે. તેની પ્રતિષ્ઠા શ્રી વિજયસેનસૂરિના હાથે મહેાપાધ્યાય કલ્યાણુવિજય અને પંડિત ધનવિજયની વિદ્યમાનતામાં કરાવી હતી.
૧૦૨
સંઘવી ઉત્ક્રયકરણ મહા ધનવાન અને સત્તરમાં શતકના પ્રસિદ્ધ પુરૂષ થઈ ગયા છે. કવિ ઋષભદાસે પોતાની કૃતિ શ્રીહીરવિજયસૂરિરાસમાં તેનેા ઠામ ઠામ ઉલ્લેખ કર્યો છે.
અભયરાજ.
અભયરાજ મૂળ પાટણના ઓશવાલ શ્રાવક હતા. એક વખત આચાર્યશ્રી હીરવિજયસૂરિ ભાત પધાર્યા તે વખતે તે પોતાનું ગૃહમંડળ લઇને ખંભાતમાં દીક્ષા લેવા આવ્યા. અને અહીં વાઘજીશાહ નામના એક ગૃહસ્થને ત્યાં ઉતારો કર્યા. મિષ્ટાનપાણી ઉડવા લાગ્યાં અને દાનક્રિયાઓ થવા લાગી. લગભગ ત્રણ મહિના સુધી અનેક ધાર્મિક કાર્યો કર્યો અને લગભગ પાંત્રીસ હજાર મઢુંમુદ્દિકાના વ્યય કર્યાં ને પેાતાની ખરી કમાણીનું સાર્થક કર્યું
પછી પાતે તથા પેાતાના પુત્ર, પુત્રી અને ચાર નાકરા સાથે કંસારી પાસેના આંબાસરોવર (આંબાખાડના નામથી તે જગ્યા એળખાય છે) પાસેના રાયણના ઝાડ નીચે દીક્ષા લીધી.
આવી રીતે નવજણે એકી સાથે દીક્ષા લીધી તે જોઇને શ્રીમાલી જ્ઞાતિના નાના નાગજી નામના એક ગૃહસ્થને વૈરાગ્ય ઉત્પન્ન થયે અને તેણે પણ તેજ ક્ષણે દીક્ષા લીધી. તેનુ નામ ભાણુવિજય રાખવામાં આવ્યું.
રાજા શ્રીમમ્લ (સ. ૧૯૭૭)
સત્તરમા શતકના ધારી શ્રાવકામાં રાજા શ્રીમતૢ ઘણા ધનાઢય અને ધર્મપ્રેમી ગૃહસ્થ હતા.
૧ એ લેખ ‘હીરવિજયસૂરિ' ના લેખની ટીપણીમાં જુએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org