________________
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ,
૯–મહાપુરુષે. (બારમે સકે.) ખંભાતને જેનમંત્રી–ઉદયન.
અણહીલવાડની ગાદીપર સેલંકી વંશને કરણ રાજા (ઈ. સ. ૧૦૬૪–૧૦૯૪) થયો. તેને મુંજાલ, સાત અને ઉદયન એ ત્રણ પ્રધાન હતા. કરણના મરણ પછી તેને પ્રસિદ્ધ પુત્ર સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩) રાજા થયો. કરણના મરણ સમયે સિદ્ધરાજ નાની વયના હતા તેથી રાજમાતા મીનળદેવીએ એ કુશળ મંત્રીઓને રાજ્ય કારભાર સોંપી પ્રજાની પ્રીતિ મેળવી હતી. સિદ્ધરાજ એગ્ય ઉંમરને થતાં રાજસત્તા પિતાના હાથમાં લઈ રાજ્ય કારભાર કરવા લાગ્યા.
કરણના સમયથી ખંભાતને રાજ્ય કારભાર ઉદયન મંત્રી કરતો હતો. તેને સિદ્ધરાજે કાયમ રાખી ખંભાતની પ્રજાની ઉન્નતિ સેંપી હતી.
ઉદયન મૂળ મારવાડને શ્રીમાળી વણિક હતો. ઉંચા ખાનદાન કુટુંબમાં જન્મેલે પરંતુ લક્ષ્મીદેવીની તેના પર અવકૃપા હતી. કાળચક્રના ઘસારામાં તે એ ઘસાઈ ગયું હતું કે તેને ઉન્નતિનું એક પણ કીરણ પિતાના ગામમાં દેખાતું ન હતું. છેવટે વહાલા વતનને તિલાંજલી આપી ઉદરપોષણ માટે પરદેશ સેવવાને વિચાર કરવા લાગ્યું. ઘણાં લાંબા સમય સુધી આ વિચાર મંથનમાં તે પડયે પડ્યો સડયા કર્યો.
એક સમયે ચોમાસાને વખત હતું અને ઘરમાં સમુળગુ ઘી ન હતું, તે લેવા માટે બીજે ગામ તે જતો હતો. માર્ગમાં ચાલતાં અનેક લીલાંકુંજ ખેતરો પર તેની દ્રષ્ટિ પડતી હતી. કુદરતના એ રંગે તેની આંખો ઠરતી, પરંતુ ગરીબીની ઉષ્ણવાલાએ તેનું મગજ ઉકળતું હતું. ઈશ્વરની એ અદ્ભુત સત્તાને વિચાર કરતો ચાલ્યો જતો હતે એટલામાં તેની નજરે એક ખેતરમાં કેટલાક મજુરે કામ કરતાં પડયાં. તેમને જોઈ તેણે પૂછ્યું કે તમે કેણ છે? તે મજુરેએ જવાબ આપ્યો કે અમે અમુક શેઠના દહાડીએ છીએ. ત્યારે ઉદાએ કહ્યું કે ત્યારે મારા મજુરે કયાં છે? મજુરે હસી પડ્યા અને કહ્યું કર્ણાવતીમાં. આ કથન ઉપરથી, ઝીણું બુદ્ધિને વાણીઓ તરત સમજી ગયો કે આ મજુરના શબ્દો શુકનના છે. જે હું કર્ણાવતીમાં જઈશ તે હું સેવકાદિની સમૃદ્ધિ પામીશ. પછી તે કુટુંબ સહિત કર્ણાવતીમાં ગયો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org