________________
સ્થંભતીર્થ અને પ્રભાવિક આચાર્યો.
૭૫
તેઓને જન્મ કાઠિવાડના મહુવા ગામમાં સંવત ૧૯૨૯ ના કારતક સુદ ૧ ને દિવસે થયો છે. તેમના પિતાનું નામ લક્ષ્મીચંદ ને માતાનું નામ દિવાળી. તેઓશ્રીનું સંસારી નામ નેમચંદ હતું. તેમણે સં. ૧૯૪૫ ના જેઠ સુદ ૭ ભાવનગરમાં દીક્ષા લીધી, સં. ૧૯૬૦ ગણિપદ, તથા પન્યાસપદ તથા સં. ૧૯૬૪ ના જેઠ સુદ ૫ આચાર્યપદ મળ્યું. તેમના ગુરૂ વૃદ્ધિચંદ્રજી મહારાજ હતા.
ખંભાતમાં તેમના હાથે થએલાં શાસન શેભાના કાર્યો. ૧ શકરપોરના દહેરાને જીર્ણોદ્ધાર કરાવ્યો ૨ સ્તંભન પાર્શ્વનાથનું નૂતન દહેરૂં કરાવ્યું. ૩ મોટા ભાટવાડામાં ચિંતામણિ પાર્શ્વનાથનું દહેરૂ તેમના ઉપદેશને
પરિણમે થયું છે. તેમાં મૂળ નાયકની પ્રતિષ્ઠા તેમણે કરાવી છે. ૪ ખારવાડામાં “જ્ઞાનશાળા” નું વિશાળ મકાન કરાવી તેમાં પુસ્તકભંડાર
કરાવ્યું. પ તેમના હસ્તે દર્શનસૂરિ તથા ઉદયસૂરિશ્વર બંનેને સં. ૧૯૭૯ માં
આચાર્ય પદવી આપી. ૬ “કીર્તિશાળા” નામ ઉપાશ્રય બનાવરાવ્યો. ૭ વૃદ્ધિચંદ્રજી પાઠશાળા સ્થાપન કરાવી. ૮ ઘણું ચૅમાસાં તેમણે ખંભાતમાં કર્યો છે. સં. ૧૯૯૩ માં પણ તેઓ થોડા દિવસ આવી પછી જામનગર તરફ ગયા હતા. આ તેમને પ્રવેશોત્સવ ઘણું જ ધામધુમથી કરવામાં આવ્યો હતો. ખંભાતની જેન પ્રજા પર તેમને સારો પ્રભાવ પડે છે. એ પ્રસંગે જળયાત્રાના વરઘોડામાં લગભગ પચીસ વર્ષના ગાળા પછી પ્રથમ સકળ સંઘ એકત્ર મળે જે દીર્ધદશી આચાર્ય મહારાજે વિજયવલ્લભસૂરિ અને વિજયનેમિસુરિ વચ્ચેના સુમેળને આભારી હતે.
શ્રી લાવણ્યવિજ્યસૂરિ–તેમને જન્મ બોટાદ સં. ૧૫૩ માં થયે. સં. ૧૯૭ર દીક્ષા, સં. ૧૯૯૨ માં અમદાવાદમાં આચાર્ય પદવી મેળવી. તેમણે સંવત ૧૯૮૦ માં “ધાતુ રત્નાકર” નામને માટે ગ્રંથ ખંભાતમાં ર. સં. ૧૯૩ નું માસું તે ખંભાતમાં હતા. માંડવીની 'પળે પ્રતિષ્ઠામાં શ્રી વિજયવલ્લભસૂરિજીની સાથે હતા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org