SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ ખંભાત પહોંચી ગયા. બેજાએ ગુરૂને બંદીસ્થાનકે રક્ષિત કર્યા. સંઘ પાસેથી બાર હજાર લીધા. પછી તેમણે સૂરિ મંત્ર આરાધ્યો. ત્યારપછી તેમણે શતાથી પં. હર્ષકુલગણિ વગેરેને ચાંપાનેર મોકલ્યાતેમણે સુલતાનને સ્વકાવ્યથી રંજીત કરી ઘણું દ્રવ્ય પાછું વળાવ્યું. હેમવિમલે ગ૭ભાર લેવા આનંદવિમલને લાવ્યા. તેમણે ના પાડવાથી સૌભાગ્ય હર્ષસૂરિને પટ્ટે સ્થાપ્યા. પછી તે સંવત ૧૫૮૩ ના આશ્વિન સુદિ ૧૩ ને દિવસે સ્વર્ગસ્થ થયા.” - હેમવિમલસૂરિના હાથે સંવત ૧૫૫૧, ૧૫૫૩, ૧૫૫૬. ૧૫૩, ૧૫૬૫, ૧૫૬૬ અને ૧૫૬૮માં પ્રતિષ્ઠા થઈ છે. શ્રી સેમવિમલસૂરિ–(સં. ૧૫૭૦ ) હેમવિમલસૂરિ તપગચ્છના પટ્ટધર તેમની પાટે સૌભાગ્યહર્ષસૂરિ થયા અને તેમની પાટે સમવિમલસૂરિ થયા. સેમવિમલસૂરિને જન્મ ખંભાત પાસેના કંસારી ગામમાં પ્રાગ્વાટ સમધરમંત્રી વંશજ રૂપવંતને ત્યાં તેમની સ્ત્રી અમરાદેથી સં. ૧૫૭૦ માં થયો હતો. જન્મ નામ જસવંત હતું. હેમવિમલસૂરિ પાસે સંવત ૧૫૭૪ માં વૈશાખ સુદિ ૩ ને દિવસે અમદાવાદમાં દીક્ષા લીધી. તેમને દીક્ષા મહોત્સવ સં. ભૂભચજસુકે કર્યો. દીક્ષા નામ સામવિમલ પાડયું. ખંભાતમાં પ્રાગ્વાટ સા. કીકાએ સં. ૧૫૯૦ ના ફાગણ વદ ૫ ને દિવસે બહુ દ્રવ્યને વ્યય કરીને ગણપદ આ યું. સામવિમલમૂરિને ખંભાતમાં સં. ૧૬૦૫ ના મહા સુદિ ૫ ને દિવસે ગચ્છનાયકપદ આપવામાં આવ્યું. તેમણે સંઘ સાથે યાત્રા કરી હતી. સં. ૧૯૧૯ માં ખંભાતમાં ચોમાસું કર્યું હતું. તેઓ અષ્ટાવધાની, ઈચ્છાલિપિવાચક, વર્ધમાનવિદ્યાસૂરિમંત્રસાધ્ય, ચૌર્યાદિભય તથા કુછદિરેગ નિવારક, કલ્પસૂત્રટબાર્બાદિબહુસુગમગ્રંથકારક, શતાÁબિરૂદ્ધારક થયા. સંવત ૧૬૩૭ માં માર્ગશિર્ષમાં સ્વર્ગવાસ થયે. કુલ ર૦૦ ને સાધુ દીક્ષા આપી. ૧ જૈન ગૂર્જર કવિઓ ભા. ૨ જે પૃ. ૭૪૪. અહીં હેમવિમલ નિર્વાણ પામ્યાની સાલ સં. ૧૫૮૩ જણાવી છે, પરંતુ સં. ૧૫૮૪ અને ૧૫૮૭ માં તેમણે પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ મળે છે. જુઓ બુ.લે. સં. ભાગ ૨ જે લેખ ૬૭૫, ૭૮૧, એટલે ઉપરની સં. ૧૫૮૩ ની સાલ બેટી લાગે છે. ૨ “રૂપ રતિપતિ અવતરી સેમમૂરતિ સાર.” અ. સ. ભા. ૧લે પૃ. ૫૪ ૩ “ધન અમરાદે કડી જિણિ જનમ્યા શ્રી જસવંત” એ.સી મા. ભા. ૧લે પૃ. ૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005349
Book TitleKhambat no Prachin Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar T Bhatt
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1940
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy