________________
પ્રશ્ન ૯૯ - ચોથા ગુણસ્થાનની ઉપર પાંચમાં આદિ ગુણસ્થાનમાં જવા માટે કર્મની સ્થિતિ કેટલી ઓછી થાય
ઉત્તર – સત્વ પ્રાપ્ત કર્યા પછી ક્યારે અંતોકોડાકોડી સાગરોપમકાળના કર્મોમાંથી પલ્યોપમ પૃથત્વ જેટલી
સ્થિતિ ઓછી થાય છે ત્યારે જીવ દેશવિરતિપણાને પામે છે અને તે સ્થિતિમાંથી પણ સંખ્યાતા
સાગરોપમની સ્થિતિ ઘટે ત્યારે અનુક્રમે સર્વ વિરતિ, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન ૧૦૦ - સમ્યગુદર્શનથી શરૂ કરી સર્વજ્ઞ કેવળી સુધીના જીવો ક્રમશઃ કેટલા ગણી નિર્જરા કરે છે? અને શા માટે? ઉત્તર – સમ્યગૃષ્ટિ જીવ, શ્રાવક, સર્વવિરતિ સાધુ, અનંતાનુબંધી વિયોજક, દર્શનમોહ ક્ષપક, ઉપશમક, ઉપશાંત
મોહી, ક્ષીણમોહી અને જિન - સર્વજ્ઞ – કેવલી ભગવાન એ બધાની ક્રમશ: પરિણામની વિશુદ્ધિની વૃદ્ધિ
થવાથી નિર્જરા પણ અસંખ્યાત ગુણી અસંખ્યાત ગુણી વધતી જાય છે. ગુણસ્થાન -
મોહનો ઉદય અને મન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિ ના કારણે જીવના અંતરંગ પરિણામો માં પ્રતિક્ષણ થવાવાળી હાનિ-વૃદ્ધિ તેનું નામ ગુણસ્થાન છે. પરિણામ યદ્યપિ અનંત છે. પરંતુ ઉત્કૃષ્ટ મલિન પરિણામોથી લઈને ઉત્કૃષ્ટ વિશુદ્ધ પરિણામો સુધી અનંત વૃદ્ધિના ક્રમને કહેવાને માટે ૧૪ શ્રેણિઓમાં વિભાજીત કરેલ છે, તે ૧૪ ગુણસ્થાન કહેવાય છે. સાધક પોતાના અંતરંગ પ્રબલ પુરુષાર્થ દ્વારા પોતાના પરિણામોમાં આગળ વધે છે. જેના કારણે કર્મોનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય થાય છે. અંતમાં, સંપૂર્ણ કર્મોનો ક્ષય થઈ જાય છે. તે જ તેનો મોક્ષ
ગુણસ્થાનની ઉત્પત્તિ - દર્શનમોહ - ચારિત્ર મોહ તથા યોગના કારણે થાય છે. ગુણસ્થાનમાં સંયતિ-અસંયતિ, પ્રમત્ત-અપ્રમત્ત આદિનો ક્રમ નિર્દેશ નીચે પ્રમાણે છે
૧ થી ૪ ગુણસ્થાન અસંયતિના છે. પાંચમું ગુણસ્થાન સંયતાસંયતિનું છે. ૬ થી ૧૪ ગુણસ્થાન સંયતિના છે. ૧ થી ૬ ગુણસ્થાન પ્રમત્તના છે. ૭ થી ૧૪ ગુણસ્થાન અપ્રમત્તના છે. ૧ થી ૯ ગુણસ્થાન બાદર કષાયના છે. ૧૦ મું ગુણસ્થાન સૂક્ષ્મ કષાયનું છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાન અષાયના છે. ૧ થી ૧ર ગુણસ્થાન છદ્મસ્થના છે. ૧૧૪ ગુણસ્થાન કેવલીના છે. ૧ થી ૧૩ ગુણસ્થાન સયોગીના છે. ૧૪ મું ગુણસ્થાન અયોગીનું છે. ૧ થી ૪ ગુણસ્થાન સુધી દર્શન મોહની પ્રધાનતા છે. તેનાથી ઉપરના ગુણસ્થાનોમાં ચારિત્ર મોહની પ્રધાનતા છે. અર્થાત્ પ્રથમના ત્રણ ગુણસ્થાનમાં દર્શન મોહનો ઉદય છે. ચોથા ગુણસ્થાનમાં દર્શનમોહનો ક્ષયોપશમ, ઉપશમ તથા ક્ષય છે. દેશવિરતિ આદિ ૫ થી ૭ ગુણસ્થાનમાં ચારિત્ર મોહનો ક્ષયોપશમ છે. આઠ થી ઉપરના ગુણસ્થાનમાં ચારિત્ર મોહનો ક્ષય અથવા ઉપશમ થતો જાય છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org