________________
ગુણસ્થાનનું શ્રેણિ - અશ્રેણિ રૂ૫ વિભાજન:
૧ થી ૭ ગુણસ્થાન સુધી શ્રેણિ નથી અને આઠથી બાર સુધી શ્રેણિના ગુણસ્થાન છે. ૧૧૪ ગુણસ્થાન શ્રેણિના નથી. જેટલા જીવના પરિણામ તેટલા ગુણસ્થાન કેમ નહીં?
જેટલા જીવના પરિણામ થાય તેટલા જો ગુણસ્થાન માનવામાં આવે તો સમજીન્સમજાવી શકાય નહિ કે કથનમાં લાવી શકાય નહિ તો કથનરૂપ વ્યવહાર ઘટી શકે નહીં તે માટે (દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ) નિયત સંખ્યામાં જ ગુણસ્થાન કહેવામાં આવ્યા છે.
( ઉપસંહાર
સંસારી-કર્મધારી સર્વજીવો આ એકથી ચૌદ ગુણસ્થાનમાં રહેલા છે. મિથ્યાત્વની ભૂમિથી ઉપર ઉઠીને આગળ વધતા વધતા અકષાયી-વીતરાગસર્વજ્ઞ અને અયોગી દશા સુધી ક્રમશઃ આત્માનો વિકાસ ક્રમ રહે છે. અને અંતે સર્વકર્મથી મુક્ત બની સિદ્ધ-બુદ્ધ, નિરંજન-નિરાકાર પદ ને પ્રાપ્ત કરીને લોકના સર્વોપરી ભાગે પહોંચી જઈને સ્થિર થઈ જાય છે.
મિથ્યાત્વ ગુણસ્થાન એ સંસારનું ફલક છે. જ્યારે સમ્યકત્વ ગુણસ્થાન એ મોક્ષગમનનું પ્રથમ સોપાન છે. જેમ પર્વતારોહણ કરવા ઇચ્છનારે તળેટી છોડી પગદંડી યા પગથીયા ચડવા પડે છે અને તે સોપાન શ્રેણિ ચડતા ચડતા એક દિવસ શિખર પર પહોંચી જાય છે તેમ સાધક મુમુક્ષુ જીવાત્મા તળેટી સમાન મિથ્યાત્વની ભૂમિ ને છોડી સમ્યગદર્શનાદિ ગુણસ્થાનોના સોપાનો ચડતા એક દિવસ ચૌદમાં ગુણસ્થાને અયોગી સ્થિતિમાં પહોંચીને મુક્તિ પદ-રૂપ શિખરને હાંસલ કરી લે છે. એટલે જ કહેવામાં આવ્યું છે કે - ગુણસ્થાન એટલે મુક્તિ મંઝીલે પહોંચાડતી સોપાનશ્રેણી. આ ગુણસ્થાનનો અભ્યાસ કરીને જિજ્ઞાસુ એ મિથ્યાત્વના અંધકારમાંથી સમ્યગુદર્શનના પ્રકાશને મેળવવા પ્રયત્નશીલ બનવાનું છે. અને દૃષ્ટિની સમ્યકતાથી સાર-અસાર નો નિર્ણય કરી, અસાર ને છોડી સારરૂપ સંયમ સ્વીકારી ધર્મધ્યાન દ્વારા અખંડ આત્મ-જાગૃતિ કેળવી આત્મભાવમાં સ્થિરીકરણ કરતાં, શુકલધ્યાન દ્વારા અગ્નિ જેમ ઈધનને બાળે તેમ કર્મ ઈધનને ભસ્મીભૂત કરી આત્માનું શુદ્ધ સ્ફટીક સમાન ઉજવલ, નિરાવરણ અનંત આનંદમય સ્વરૂપ પ્રગટ કરવાના ઉચ્ચ ધ્યેયને સામે રાખી સતત અધ્યાત્મના આ માર્ગમાં ગતિ-પ્રગતિ કરતા રહેવાનું છે. અંતમાં
આત્મ જાગૃતિનો જય, કરાવે મોહરાજાનો પરાજય
કર્મનો ક્ષય અને આત્માનો વિજય
એ જ છે સર્વ સાધકનું ધ્યેય...
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org