________________
(૧૭) આજ્ઞાપનિકા ક્રિયા :- બીજાને આજ્ઞા દઈને કરાવાતી ક્રિયા અથવા બીજા દ્વારા લાગવાવાળી ક્રિયા. (૧૮) વૈદારિણી ક્રિયા - વસ્તુનું વિદારણ કરવાથી થવાવાળી ક્રિયા. અર્થાત્ વસ્ત્ર-કાગળ વગેરે ફાડવાથી થતી
ક્રિયા. (૧૯) અનાભોગ પ્રત્યયા ક્રિયા - અજાણતાં, ઉપયોગ શૂન્યતાથી થવાવાળી ક્રિયા. તેના બે ભેદ છે.
(૧) અનાયુક્ત દાનતા - વસ્ત્ર-પાત્રાદિને જોયા વિના લે તથા મૂકે.
() અનાયુક્ત પ્રમાર્જનતા - ઉપયોગ વિના પ્રતિલેખન - પ્રમાર્જન કરવાથી લાગવાવાળી ક્રિયા. (૨૦) અનવકાંક્ષા પ્રત્યયા ક્રિયા - હિતાહિતની ઉપેક્ષાથી લાગવાવાળી ક્રિયા. (૨૧) પ્રેમ પ્રત્યયા ક્રિયા - રાગથી લાગવાવાળી ક્રિયા. તેના ૨ ભેદ છે. (૧) માયાથી અને (ર) લોભથી (રર) દ્વેષ પ્રત્યયા ક્રિયા :- તેના પણ બે ભેદ છે. (૧) ક્રોધથી અને (૨) માનથી. (ર૩) પ્રાયોગિકી - તેના ત્રણ ભેદ છે.
(૧) મનનો દુષ્પયોગ (૨) વચનનો દુષ્પયોગ (૩) કાયાનો દુષ્પયોગ (૨૪) સામુદાનિકી ક્રિયા - ઘણાં લોકો સાથે મળી આરંભજન્ય કાર્યોને કરે. તેના ત્રણ ભેદ છે.
(૧) સાન્તર સામુદાનિકી (૨) નિરન્તર સામુદાનિકી (૩) તદુભા સામુદાનિકી. (૨૫) ઇપથિકી ક્રિયા - કષાય રહિત જીવોના યોગમાત્રથી થવાવાળી ક્રિયા. તેના ત્રણ ભેદ છે.
(૧) ઉપશાંત મોહ વીતરાગ (૨) ક્ષીણ મોહ વીતરાગ (૩) સયોગી કેવલીને લાગવાવાળી ક્રિયા.
આ ર૫ ક્રિયામાંથી ર૪ ક્રિયા સાંપરાયિકી એટલે કષાયયુક્ત જીવોને હોય છે. અને ઈર્યાવહિયા ક્રિયા કષાયમુક્ત વીતરાગી ગુણસ્થાનવાળા જીવોને હોય છે. પ્રશ્ન ૩ - ૧૪ ગુણસ્થાનમાં રપ ક્રિયામાંથી કેટલી ક્રિયા હોય? ઉત્તર – (૨) ક્રિયાદ્વાર :
ગુણસ્થાન કેટલી ક્રિયા? કઈ કિયાવર્જી? ૧ લે, ૩જે ૨૪ ક્રિયા લાભ (ઇરિયાવહી ક્રિયા વર્જીને) ર જે, ૪ થે ૨૩ ક્રિયા લાભ (ઇરિયાવહી અને મિથ્યાત્વ વર્જીને ૫ મે
૨૨ ક્રિયા લાભ (ઇરિયાવહી, મિથ્યાત્વ અને અવિરતિ વર્જી)
૨૧ ક્રિયા લાભે (ઉપરની ત્રણ અને પરિણિકી વર્જી) ૭ થી ૧૦ માં ૧૫ ક્રિયા લાભ (તે ર૧માંથી કાયિયા, અહિંગરણિયા, પાઉસીયા,
પારિતાવણિયા, પાણાઈવાઈયા, આરંભીયા વર્જીને) ૧૧, ૧૨, ૧૩ માં ૧ ક્રિયા લાભ (ઇરિયાવહી ક્રિયા લાભે) ૧૪ મે
૦ ક્રિયા લાભ (કોઈ ક્રિયા નથી, અક્રિયા) પ્રશ્ન ૪ - સત્તા એટલે શું? આઠ કર્મમાંથી કેટલા કર્મોની સત્તા જીવો પાસે હોય છે? ઉત્તર – જ્યારે કાર્મણવર્ગણાના પુદગલો આત્માની સાથે જોવાય ત્યારે તેને કર્મ કહેવાય છે. અને તે કર્મરૂપે
આત્માની સાથે ક્યાં સુધી ટકી રહે તેને સત્તા કહેવાય છે. સત્તા આઠ કર્મોની હોય છે. તે આઠ કર્મના નામ નીચે મુજબ છે.
સચિત્ર જન તત્ત્વદર્શન ભાગ - ૨
રાજ
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org