________________
(૧) જ્ઞાનાવરણીય કર્મ, (૨) દર્શનાવરણીય કર્મ (૩) વેદનીય કર્મ (૪) મોહનીય કર્મ (૫) આયુષ્ય કર્મ () નામ કર્મ (૭) ગોત્ર કર્મ (૮) અંતરાય કર્મ પ્રશ્ન ૫ - ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મમાંથી કેટલાં કર્મની સત્તા હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા કર્મની સત્તા? કયા ?
૧ થી ૧૧ માં ૮ કર્મની સત્તા ૧૨ મે
૭ કર્મની સત્તા (મોહનીય વર્જીને) ૧૩ મે ૧૪ મે ૪ કર્મની સત્તા (વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર) પ્રશ્ન ૬ - બંધ કોને કહેવાય? અને તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – જે આકાશ પ્રદેશ ઉપર આત્માના પ્રદેશો રહેલાં છે. તે જ આકાશ પ્રદેશ ઉપર રહેલાં કાર્મણવર્ગણાના
પુદ્ગલો યોગ (મન, વચન, કાયા) અને કષાયના નિમિત્તથી ખેંચાઈને આત્મપ્રદેશો સાથે સાકર અને
દૂધ, ખીર-નીરની માફક એકમેક થઈ જાય તેને બંધ ફ્લેવાય છે. તે બંધના ચાર પ્રકાર છે. (૧) પ્રકૃતિ બંધ (૨) સ્થિતિ બંધ (૩) અનુભાગ બંધ (૪) પ્રદેશ બંધ. પ્રશ્ન ૭ - ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મમાંથી કેટલા કર્મ બાંધે ? ઉત્તર – ગુણસ્થાન ક્રમ કેટલા કર્મ બાંધે? કયા વર્જીને?
૧ થી ૭ (ત્રીજું વર્જી) ૮ કર્મ બાંધે ૭ બાંધે તો (આયુષ્ય વર્જીને) ૩, ૮, ૯ મે ૭ કર્મ બાંધે તો (આયુષ્ય વર્જીને) ૧૦ મે
૬ કર્મ બાંધે તો (આયુષ્ય, મોહનીય વર્જીને) ૧૧, ૧૨, ૧૩ મે ૧ કર્મ બાંધે તો (શાતા વેદનીય બાંધે) ૧૪ મે
(કોઈ કર્મ બાંધે નહિ) પ્રશ્ન ૮ - વેદન કોને કહેવાય? ઉદય એટલે શું? તેના કેટલા પ્રકાર છે? તથા નિર્જરા કોને કહેવાય? ઉત્તર – વેદન - બંધાયેલા કર્મોનો અબાધાકાળ પૂરો થતાં ઉદયમાં આવીને શુભાશુભ કર્મો અનુભવાય -
ભોગવાય તેને વેદન કહેવાય છે. ઉદય ઃ જે કર્મો સત્તામાં રહેલાં છે તે ઉદયાવલિકામાં પ્રવેશ કરીને શુભાશુભરૂપે ઉદયમાં આવે તેના બે પ્રકાર
(૧) વિપાકોદય = જે કર્મના ફ્લનો આપણને અનુભવ થાય. (૨) પ્રદેશોદય = તે કર્મનો મંદ ઉદય હોય જેથી તેનું ફલ અનુભવમાં ન આવે
નિર્જરાઃ જે કર્મ ઉદયમાં આવ્યા છે. (ઉદીરણા દ્વારા અથવા સ્થિતિ પૂરી થતાં) તેને અનુભવીને આત્માના પ્રદેશથી છૂટા પાડી દેવા, ખંખેરી નાખવા. તેને નિર્જરા કહેવાય છે તે પણ બે પ્રકારે છે.
(૧) સકામ નિર્જરા (ર) અકામ નિર્જરા. (૧) સકામ નિર્જરા = સમજણ પૂર્વક તપ આદિ કરવાથી થતી નિર્જરા.
(૨) અકામ નિર્જરા = મન વિના સહન કરવાથી અને કર્મનો ઉદય આવવાથી થતી નિર્જરા. પ્રશ્ન ૯ - ૧૪ ગુણસ્થાનમાં ૮ કર્મમાંથી કેટલા કર્મનું વેદન, ઉદય અને નિર્જરા હોય?
(40) [ ચાલો, ચેતન ! ચઢીએ સોપાન...! ગુણસ્થાન સ્વરૂપ ]
વક
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org